મનોરંજન

શૂરાની પ્રેગ્નન્સી કન્ફર્મ કરી Arbaaz Khanએ, 57 વર્ષે બીજી વખત પિતા બનવા પર કહ્યું કે હવે તો…


બોલીવૂડના એક્ટર, ડિરેક્ટર અરબાઝ ખાન (Arbaaz Khan)એ ડિસેમ્બર, 2023માં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાને સાથે બીજા લગ્ન કર્યા હતા અને ત્યારથી જ આ કપલ ક્યારેક ડિનર ડેટ પર તો ક્યારેક વેકેશન પર સાથે જતાં જોવા મળે છે. છેલ્લાં કેટલાક સમયથી શૂરા ખાન પ્રેગ્નન્ટ હોવાની ચર્ચા ચાલી રહી હતી અને હવે અરબાઝ ખાને ખુદ શૂરાની પ્રેગ્નન્સી કન્ફર્મ કરી છે. આવો જોઈએ બીજું શું કહ્યું અરબાઝ ખાને-

લગ્નના દોઢ વર્ષ બાદ શૂરા ખાન પ્રેગ્નન્ટ છે અને લાંબા સમય સુધી ચાલેલી અફવાઓ બાદ આકરે અરબાઝે આ ન્યુઝ પર મહોર મારતા પ્રેગ્નન્સી કન્ફર્મ કરી છે. ગઈકાલે શૂરા અને અરબાઝ એક સાથે સ્પોટ થયા હતા અને એ સમયે પેપ્ઝે તેમને શુભેચ્છા આપી હતી. જેના જવાબમાં અરબાઝે થેન્ક્યુ કહ્યું હતું અને ત્યાર બાદ તેણે પેપ્ઝને કહ્યું હતું કે હવે જવા પણ દો ને, ક્યારેક તો સમજો તમે…


બસ આટલું કહીને અરબાઝ હસીને આગળ વધી ગયો હતો. આ પહેલાં શૂરા ખાન બ્લેક કલરના બેબી કોન ડ્રેસમાં સ્પોટ થઈ હતી અને એ સમયે તેનું બેબી બંપ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જોકે, હજી સુધી શૂરા કે અરબાઝે બીજા સેલેબ્સની જેમ પ્રેગ્નન્સીને લઈને સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ નથી કરી.

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)


અત્રે ઉલ્લેખનીય છે કે શૂરા ખાન અરબાઝ ખાનની બીજી પત્ની છે. આ પહેલાં તેના લગ્ન બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સાથે થયા હતા. પરંતુ લગ્નના 19 વર્ષ બાદ આખરે અરબાઝ અને મલાઈકાએ ડિવોર્સ લઈ લીધા હતા. બંનેને આ લગ્નથી એક દીકરો છે પણ અરહાન ખાન. અરહાન ખાન હાલમાં 22 વર્ષનો છે.

આ પણ વાંચો – TMKOCમાં દયા બાદ આ ખાસ કેરેક્ટર પણ જેઠાલાલને છોડીને જશે? Salman Khan છે કારણ…

વાત કરીએ શૂરા ખાનની તો શૂરા અને અરબાઝ વચ્ચે ઉંમરમાં ખાસુ અંતર છે અને એને કારણે કપલ ખૂબ જ ચર્ચામાં રહે છે. અરબાઝ અને શૂરાના લગ્ન ડિસેમ્બર, 2023માં થયા હતા. અર્પિતા ખાનના ઘરે ખૂબ જ પ્રાઈવેટ સેરેમનીમાં આ લગ્ન યોજાયા હતા જેમાં પરિવારના લોકો સાથે નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button