Shubh Aashirwad Ceremonyમાં Ambani Family નાની વહુ Radhika Merchantનો લૂક જોયો કે… | મુંબઈ સમાચાર

Shubh Aashirwad Ceremonyમાં Ambani Family નાની વહુ Radhika Merchantનો લૂક જોયો કે…

અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્ન સંપન્ન થયા અને આજે કપલની શુભ આશિર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સ્ટાર્સની સાથે સાથે અનેક ધર્મગુરુઓ પણ નવ પરિણિત દંપત્તિને આશિર્વાદ આપવા પહોંચ્યા હતા. સેરેમનીમાંથી અંબાણી પરિવારના નાના વહુરાણી રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નો લૂક સામે આવ્યો છે. ચાલો જોઈએ રાધિકાના આ નવા લૂક પર-

આ સેરેમની માટે રાધિકાએ સુંદર પિંક લહેંગો પહેર્યો હતો અને એના પર ઈન્ડિયન આર્ટિસ્ટ જયશ્રી બર્મનની 12 સુંદર પેઈન્ટિંગને હેન્ડ પેઈન્ટ કરવામાં આવી છે. રાધિકાનો આ લૂક અત્યાર સુધીના તમામ લૂકમાંથી રાધિકાનો આ લૂક એકદમ બેસ્ટ છે, એવું કહેવું જરાય ખોટું નહીં ગણાય.

આ પણ વાંચો : Anant-Radhika તો જાણે ઢીંગલા-ઢીંગલી, જુઓ આપણા મુકેશભાઈ અને નીતાભાભીનાં નાનકાના લગ્નના વીડિયો


અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે એટલે કે 12મી જુલાઈના રોજ બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાયા હતા અને લગ્નના દિવસે રાધિકાએ સુંદર ટ્રેડિશનલ ગુજરાતી રેડ અને વ્હાઈટ પાનેતર પહેર્યું હતું અને આ આઉટફિટમાં પણ રાધિકા એકદમ કમાલની લાગી રહી હતી.


અનંત અને રાધિકાની પર્સનલ લાઈફ અને લવ લાઈફ વિશે ખાસ કંઈ ખુલીને તો નથી કહ્યું પણ એવું કહેવાય છે કે બંને બાળપણથી જ એકબીજાને ઓળખે છે અને બંનેનું ફ્રેન્ડ સર્કલ પણ કોમન છે. ડિસેમ્બર, 2022માં અનંત અને રાધિકાની રોકા સેરેમની થઈ હતી અને આ સેરેમની રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં થઈ હતી. ત્યાર બાદ 19મી જાન્યુઆરીના બંનેના ગોળધાણાનું ફંક્શન પણ કરવામાં આવ્યો હતો.

સંબંધિત લેખો

Back to top button