શ્રૃતિ હસનને ન ઓળખી શક્યો થિયેટરનો ગાર્ડઃ ફ્રેન્ડ્સ સાથે ગયેલી હીરોઈનનો વીડિયો વાયરલ

સાઉથમાં ફિલ્મો અને ફિલ્મી કલાકારોનો ભારે ક્રેઝ હોય છે. હાલમાં સાઉથમાં ભગવાન તરીકે પૂજાતા શિવાજીરાવ ગાયકવાડ એટલે રજનીકાંતની ફિલ્મ કુલી પાછળ સૌ પાગલ છે. ફિલ્મે બે દિવસમાં જ રૂ. 120 કરોડની કમાણી કરી લીધી છે.
આ ફિલ્મમાં ચર્ચા રજનીકાંત, આમિર ખાન અને નાગાર્જૂનની થાય છે, પરંતુ ફિલ્મમાં કમલ હસનની દીકરી શ્રૃતિ હસન પણ છે. શ્રૃતિ સાઉથ અને હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે, પણ જોઈએ તેવું નામ નથી બનાવી શકી. જોકે સાઉથમાં શ્રૃતિએ ઘણી સારી ફિલ્મો આપી છે, છતાં થિયેટરનો ગાર્ડ તેને ઓળખી ન શકયો તે નવાઈની વાત છે.
આપણ વાંચો: બે દિવસમાં સો કરોડના ક્લબમાં સામેલ થયા બાદ કુલી કરતા વૉર-2 આગળ નીકળી જશે?
શ્રૃતિએ પોતે જ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે તેની બહેનપણીઓ સાથે એક થિયેટરમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ત્યાં તેમની કાર ગાર્ડ રોકે છે અને ગેટ બંધ કરવા જાય છે. ત્યારે શ્રૃતિ તેને તેલુગુ ભાષામાં કહે છે કે અન્ના હું આ ફિલ્મમાં છું. તેને જોય બાદ ગેટકીપર ગેટ ખોલે છે. તેની આ વાતથી સાથે બેસેલી બહેનપણીઓ ખૂબ જ હસે છે.
આપણ વાંચો: બોક્સ ઓફિસ કલેક્શનઃ કુલી અને વૉર-2 બન્નેને રજાઓનો મળશે ફાયદો
ફિલ્મની વાત કરીએ તો કુલી ફિલ્મ રૂ. 350 કરોડના ખર્ચે બની છે. 74 વર્ષીય રજનીકાંતને ચમકાવતી આ ફિલ્મને અયાન મુખરજીની વૉર-2 સારી ટક્કર આપી રહી છે. રજાઓનો માહોલ હોવાથી બન્ન ફિલ્મો સારી કમાણી કરી શકશે તેમ લાગી રહ્યું છે.