shriya-saran પણ છે હેમામાલિની જેવી ક્લાસિકલ ડાન્સર, જૂઓ તેનો ગ્રેસફૂલ ડાન્સ

સાઉથ અને બોલીવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મો કરી છવાઈ જનાર અભિનેત્રી શ્રીયા સરન ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે. એક્ટિંગ સિવાય તે પોતાની સુંદરતા અને લુકના કારણે પણ ચર્ચામાં રહે છે. શ્રીયા સરન ભટનાગરને હિન્દી સિનેમામાં ‘દ્રશ્યમ’ ફિલ્મથી જબરદસ્ત લોકપ્રિયતા મળી છે. આ ફિલ્મમાં તેણે અજય દેવગનની ઓનસ્ક્રીન પત્નીની ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી માત્ર અભિનય માટે જ નહીં પરંતુ તેના ઉત્તમ શાસ્ત્રીય નૃત્ય માટે પણ જાણીતી છે. આ દરમિયાન શ્રીયા સરનનો એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
દરમિયાન, અભિનેત્રી હવે તેના નવા ડાન્સ વીડિયોને કારણે ચર્ચામાં છે. ફેન્સ તેને મલ્ટી ટેલેન્ટેડ કહી રહ્યા છે. આ વીડિયોમાં તે મહેલમાં ક્લાસિકલ ડાન્સ કરતી જોઈ શકાય છે. તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
શ્રીયા સરને શાસ્ત્રીય સંગીત પર ખૂબ જ સુંદર ડાન્સ કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી ક્લાસિકલ ડાન્સના દરેક સ્ટેપને ખૂબ જ સારી રીતે કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે અને લોકો તેના પર જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે. લૂકની વાત કરીએ તો, ગોલ્ડન બોર્ડરવાળા આ વ્હાઇટ કલરના લહેંગામાં શ્રીયા ખૂબ જ સુંદર લાગે છે.