Aishwarya Rai-Bachchan સાથેના સંબંધો પર આ શું બોલી ભાભી શ્રીમા રાય?
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. અત્યાર સુધી ઐશ્વર્યા બચ્ચન પરિવાર (Bachchan Family) સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવતી હતી, પરંતુ હવે તે પોતાના ભાઈ-ભાભી સાથેના સંબંધોને કારણે ચર્ચામાં આવી રહી છે.
દરરોજ કોઈને કોઈ કારણે બચ્ચન પરિવારની વહુરાણી ચર્ચામાં રહે છે. ઐશ્વર્યાની પર્સનલ લાઈફમાં જે પણ કંઈ બને છે તે તરત જ ટ્રેન્ડ કરવા લાગે છે. આ બધા વચ્ચે ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાયનું એક સ્ટેટમેન્ટ વાઈરલ થઈ રહ્યું છે. જેમાં તે પોતાના અને ઐશ્વર્યાના સંબંધો વિશે વાત કરી છે.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
ચાલો જોઈએ આખરે શું કહ્યું શ્રીમાએ-
એક તરફ જ્યાં લોકો ઐશ્વર્યાએ અને અભિષેક વચ્ચેના વણસેલા સંબંધોની ચર્ચા ચાલતી જ હોય છે ત્યાં કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે ઐશ્વર્યાની ભાભી શ્રીમા રાયની ઐશ્વર્યા કે દીકરી આરાધ્યા સાથે બિલકુલ નથી બનતી. શ્રીમા ક્યારેય ઐશ્વર્યા કે આરાધ્યા માટે સોશિયલ મીડિયા પર કંઈ પોસ્ટ નથી કરતી, જ્યારે કે તે અવારનવાર પોતાના પતિ કે સાસું વૃંદા રાય સાથે ફોટોઝ શેર કરતી રહે છે. આ બધાને કારણે ઐશ્વર્યા અને શ્રીમા વચ્ચે પણ અણબનાવ હોવાની ચર્ચા ચાલી રહી છે.
હવે ભાભી શ્રીમા રાયે આ બધી અટકળો પર પૂર્ણવિરામ મૂકવાનું નક્કી કર્યું છે. તેણે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે એક યુઝરની કમેન્ટ પર રિએક્ટ કર્યું છે. એક યુઝરે પુછ્યું કે મને ખબર જ નહોતી કે તે ઐશ્વર્યા રાયની ભાભી છે. જેના પર રિએક્ટ કરતાં જણાવ્યું હતું કે સારું છે, હું ઈચ્છું છું કે તમે મને મારી રીતે ઓળખો.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચનને લઈને બિગ બીએ લીધું આ આકરું પગલું… ચોંકી ઉઠ્યા નેટિઝન્સ
શ્રીમાની આ પોસ્ટ બાદ એક વાત તો સ્પષ્ટ થાય છે કે શ્રીમાને ઐશ્વર્યાની ભાભી તરીકે નહીં પણ પોતાની એક આગવી રીતે ઓળખાવવાનું પસંદ છે. શ્રીમાની આ પોસ્ટ પરથી ભાભી ઐશ્વર્યા અને ભાણેજી આરાધ્યા સાથેના સંબંધો એકદમ સારા છે. શ્રીમા ઐશ્વર્યાના મોટાભાઈ આદિત્ય રાયની પત્ની છે અને તે સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર પણ છે.