હાર્ટ એટેકના આટલા દિવસ બાદ શ્રેયસે પહેલીવાર પોતાના સ્વાસ્થ્ય વિશે વાત કરી….

મુંબઈ: અભિનેતા શ્રેયસ તલપડેને પાંચ દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેની એન્જિયોપ્લાસ્ટી સર્જરી પણ કરવામાં આવી હતી. ત્યારે શ્રેયસના ફેન્સ અભિનેતાની તબિયતને લઈને ખૂબ જ ચિંતિત હતા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે આ બધાની વચ્ચે શ્રેયસ તલપડેએ હવે પોતાની હેલ્થ અપડેટ જાતે જ આપી હતી. શ્રેયસે કહ્યું હતું કે તે હવે પહેલા કરતા સ્વસ્થ છે પરંતુ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી નથી હાલમાં તે ઓબ્ઝર્વેશનમાં છે.
અભિનેતા શ્રેયસ તલપડે પોતાની હેલ્થ અપડેટ આપતાં પોતાના ફેન્સનો આભાર માન્યો હતો. શ્રેયસે કહ્યું હતું કે તમારા સમર્થન અને પ્રાર્થના માટે આભાર. તમારા બધાના પ્રમ અને લાગણીઓના કારણે જ હું તમારા બધાની વચ્ચે છું. શ્રેયસને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થવા અંગે જણાવતા કહ્યું હતું કે હજુ કંઇ નક્કી નથી પરંતુ હવે ઘણું સારું છે.
નોંધનીય છે કે અભિનેતા શ્રેયસ તલપડે 14 ડિસેમ્બર 2023ના રોજ ‘વેલકમ ટુ જંગલ’નું શૂટિંગ કરીને પરત આવતો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. અને તેને તરતજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જો કે હોસ્પિચલ લઈ જતા રસ્તામાં જ શ્રેયસ બેભાન થઇ ગયો હતો.
શ્રેયસ તલપડેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ તેમજ કંગના રનૌતની ‘ઇમર્જન્સી’માં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે. આ બંને ફિલ્મો વર્ષ 2024માં રિલીઝ થઈ શકે છે.