નેશનલમનોરંજન

અલ્લુ અર્જુન મળ્યો નાસભાગના પીડિત બાળકનેઃ જાણો અભિનેતાએ કેટલી કરી મદદ…

અલ્લુ અર્જુનની સુપરહીટ ફિલ્મ પુષ્પા-2 ધ રૂલ હજુ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે. 2024ની સૌથી મોટી હીટ આપનારા અભિનેતાને આ ફિલ્મ હીટ થવાનો આનંદ થાય તે પહેલા જ હૈદરાબાદમાં એક ઘટના ઘટી હતી, જેને લીધે અભિનેતા મુશ્કેલીમાં મૂકાયો હતો. અહીંના સંધ્યા થિયેટરમાં ફિલ્મના પ્રિમિયર દરમિયાન અભિનેતાની હાજરીથી નાસભાગ થઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું, તેમ જ તેનું બાળક પણ ગંભીર રીતે ઈજાગ્ર્સત થતાં હજુ હૉસ્પટલમાં દાખલ છે. કોર્ટે આ કેસમાં અલ્લુને જમાનત આપી રાહત આપી છે ત્યારે અભિનેતાએ આજે પોલીસની પરવાનગી લઈ પીડિત બાળકની મુલાકાત કરી હતી.

આ પણ વાંચો : Happy Birthday: એશિયાની સેક્સી વુમનનો ખિતાબ જીતનારી અભિનેત્રીએ પણ આ સહન કરવું પડ્યું છે

બાળકોને મળવા પહોંચ્યો અલ્લુ અર્જુન

હૈદરાબાદની કિમ્સ હોસ્પિટલમાં પીડિત બાળક શ્રીતેજ દાખલ છે અને અલ્લુ તેને મળવા પહોંચ્યો હતો. પોલિસ પાસેથી અનુમતિ મેળવી અલ્લુ કિમ્સ હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ હોસ્પિટલમાં ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેનો વીડિયો બહાર આવ્યો છે. તેલંગાણા ફિલ્મ કોર્પોરેશનના ચેરમેન દિલ રાજ પણ KIMS હોસ્પિટલ પહોંચ્યા હતા અને શ્રીતેજની સ્થિતી વિશે માહિતી મેળવી હતી. શ્રીતેજની વાત કરીએ તો તેની હાલત ઘણા સમયથી નાજુક છે અને હાલ તે સારવાર હેઠળ છે. 8 વર્ષના શ્રીતેજની માતાનુ 4 ડિસેમ્બરના રોજ નાસભાગમાં મોત થયું હતું.

આ રીતે કરી રહ્યા છે બાળકની મદદ

અલ્લુના પિતા અલ્લુ અરવિંદે થોડા દિવસ પહેલા જાહેરાત કરી હતી કે પીડિત પરિવારને મદદ કરવામાં આવશે. જેમાં એક કરોડ રૂપિયા અલ્લુ અર્જુન આપ્યા હોવાનું અહેવાલો દ્વારા જાણવા મલ્યું છે. બાકીની રકમ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે આપી હતી. શ્રીતેજ ટ્રસ્ટ બનાવીને બાળકને આગળ મદદ કરવાની જવાબદારી ઉપાડી છે. જોકે બાળકે માતા ગુમાવી છે અને આ ઘટનાએ અલ્લુની છબિ ખરડી હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો : Golden Globe Awardsમાં ભારતને મળી નિરાશા, આ ફ્રેન્ચ ફિલ્મે બાજી મારી

શું હતી સમગ્ર ઘટના

4 ડિસેમ્બરે અલ્લુ અર્જુન(ALLU ARJUN) તેના પરિવાર અને રશ્મિકા મંદન્ના સાથે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. ફિલ્મ રિલીઝ થવામાં એક દિવસ બાકી હતો અને તે પહેલા અભિનેતાએ તેના ચાહકો સાથે ફિલ્મ રિલીઝની ઉજવણી કરી હતી. તે દરમિયાન નાસ ભાગ મચી હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું ,અને 8 વર્ષના બાળકને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના પર પોલિસે કાર્યવાહી શરૂ કરી છે. તેલંગણા પોલિસે પણ આ મામલામાં અલ્લુ સામે કાર્યવાહી કરી હતી, જેના કારણે અભિનેતાને જેલમાં જવું પડ્યું હતું. પરંતુ તેને જામીન મળી ગયા હતા. આ મામલો બારે ગરમાયો હતો અને અલ્લુએ ટીકાનો સામનો કરવો પડ્યો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button