‘તુ જુઠ્ઠી મૈં મક્કાર’ ફિલ્મના રાઈટર સાથે શ્રદ્ધા કપૂરનું અફેર કન્ફર્મ પણ

મુંબઈઃ ફિલ્મસ્ટાર્સના અંગત જીવન વિશે જાણવામાં લોકોને ખાસ કરીને ફેન્સને ખૂબ રસ હોય છે, ત્યારે ‘એબીસીડી 2’ અને ‘સ્ત્રી 2’થી જાણીતી બનેલી શ્રદ્ધા કપૂર હાલ તેના અંગત જીવનને લઈ ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે જાણીતી ફિલ્મ ‘તુ જુઠ્ઠી મૈં મક્કાર’ના લેખક રાહુલ મોદી સાથે લાંબા સમયથી અફેરમાં હોવાનું હવે કન્ફર્મ થયું છે. જોકે, તેણે આ પ્રકારની કોઈ વાતની પુષ્ટિ કરી નથી, પરંતુ જાણવા મળ્યું છે કે ફિલ્મમાં કામ કરતી વખતે શ્રદ્ધા અને રાહુલ મોદી એકબીજાની નજીક આવી ગયા હતા, અને હવે તેઓ એકસાથે જાહેરમાં દેખાવામાં કોઈ ખચકાટ અનુભવતા નથી.
મીડિયાના અહેવાલ મુજબ ફિલ્મના શૂટિંગ બાદથી જ તેમનું બોન્ડ વધુ મજબૂત થઈ ગયું છે. ફિલ્મ પૂરી થયા બાદ શ્રદ્ધા અને રાહુલ એકબીજા સાથે જાહેરમાં આવવા પણ કમ્ફર્ટેબલ થઈ ગયા છે. હવે તેઓ લોકોની સામે સાથે જવામાં કોઈ સંકોચ અનુભવતા નથી.
આમ છતાં તેઓ હજી સુધી તેમના સંબંધને કોઈ ચોક્કસ નામ આપવાની ઉતાવળમાં નથી. બંને પોત-પોતાની પ્રાઈવસીને મહત્વ આપી રહ્યા છે અને અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરી રહ્યા છે. આમ છતાં હવે બંને એકસાથે ફોટો ક્લિક કરાવવામાં ખચકાતા નથી, પરંતુ હાલ તેમની આ સંબંધને નામ આપવાની કોઈ યોજના નથી.
છેલ્લે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર જતા સમયે આ કપલ મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા અને અહીં શ્રદ્ધાએ રાહુલનો પરિચય આદિત્ય રોય કપૂર સાથે કરાવ્યો હતો. અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે તેઓએ શ્રદ્ધા અને રાહુલના બિહેવિયરમાં ફેરફારની નોંધ લીધી હતી.
તેઓ અગાઉ સાથે જોવામાં મળતા ત્યારે સાવધ રહેતા હતા, પરંતુ હવે તેમની આઉટિંગ્સ વિશે વાત ખુલ્લી પડી ગઈ છે. ગયા વર્ષે બંને મુંબઈમાં ડિનર ડેટ પર પણ જોવા મળ્યા હતા, ત્યારપછી લોકોમાં બંન્નેના સંબંધની વાતો થવા લાગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કપલના પરિવારને તેમની કંપની પસંદ આવી રહી છે. 2022માં શ્રદ્ધાનું ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે બ્રેકઅપ થયું હતું ત્યાર બાદ તેના જીવનમાં રાહુલ મોદીનો પ્રવેશ થયો છે.