મનોરંજન

શ્રદ્ધા કપૂરે નવરાત્રિના પહેલા દિવસે કરી ઉજવણીઃ ચાહકોને પાઠવી શુભેચ્છાઓ

આજથી દેશભરમાં શારદીય નવરાત્રી ૨૦૨૪ શરૂ થઈ ગઈ છે. બોલીવુડ સેલેબ્સ સોશિયલ મીડિયા પર તેમના ફેન્સને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હવે તેમાં અભિનેત્રી શ્રદ્ધા કપૂરનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ દિવસોમાં શ્રદ્ધા કપૂર તેની ફિલ્મ સ્ત્રી 2ની ઉજવણીમાં વ્યસ્ત છે અને હવે જ્યારે નવરાત્રિ શરૂ થઈ ગઈ છે ત્યારે તે ચોક્કસપણે તેની ઉજવણી કરશે. શ્રદ્ધા એ અભિનેત્રીઓમાંથી એક છે જેની મોટી ફેન ફોલોઈંગ છે.

શ્રદ્ધા કપૂર બોલીવુડની સૌથી પ્રિય અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રીની ફિલ્મ સ્ત્રી2 એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. હવે આપણે જણાવીએ કે નવરાત્રી દરમિયાન તેણે ફેન્સ માટે શું લખ્યું હતું. ૧૫ ઓગસ્ટે રિલીઝ થયેલી શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી2’ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. તે બોક્સ ઓફિસ પર એકલા હાથે રાજ કરનાર પ્રથમ લીડ અભિનેત્રી બની ગઈ છે. આ સફળતા સાથે તેણે ‘મહિલા શક્તિ’નો શક્તિશાળી સંદેશ આપ્યો છે. આજથી નવરાત્રિ શરૂ થઈ રહી છે, અને તેમની સફળતાની ઉજવણી ખરેખર પ્રશંસનીય છે.



અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના પાલતુ કુતરા સાથેની એક સુંદર તસવીર શેર કરી અને દરેકને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. તેને લખ્યું છે કે મારા તરફથી તમને બધાને નવરાત્રીની શુભકામનાઓ. શ્રદ્ધાએ તેના ક્યુટ ડોગી (Kanchka) સાથે તસવીર શેર કરી હતી. બીજી એક પોસ્ટમાં શ્રદ્ધા કપૂરે લખ્યું હતું કે આપણે જે કંઈ પણ છીએ, તે આપણા પૂર્વજોના આશીર્વાદ અને પ્રેમને કારણે છીએ. તેમણે આપણને જીવન, મૂલ્યો અને માર્ગદર્શન આપ્યું છે. જેના માટે અમે હંમેશા તેમના આભારી રહીશું.

સ્ત્રી ૨ની જબરદસ્ત સફળતા માટે શ્રદ્ધા કપૂરને નોંધપાત્ર શ્રેય આપવો જોઈએ. “સ્ત્રી શક્તિ”ની ઉજવણી તેણે તેના જીવનની સૌથી પ્રેરણાદાયી અને અદ્ભુત મહિલાઓ સાથે કરી, જેમને તે પ્રેમથી “જાદુઈ ગર્લ્સ” કહે છે. તે આજે “સ્ત્રી ૨”ની સફળતાનો આનંદ માણી રહી છે. આ ફિલ્મ સાથે તે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરનાર પ્રથમ મહિલા લીડ એવોર્ડ પણ જીતી ગઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button