શ્રદ્ધા કપૂરે ગોવામાં વેકેશનની મોજ કરી પણ આ શું લખ્યું?
મુંબઈ: અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની દરેક ટ્રીપ અને વેકેશનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરે છે. આ સાથે શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ચાહકો સાથે રિલ્સ શેર કરીને મજાક પણ કરે છે. તાજેતરમાં શ્રદ્ધા કપૂર ગોવામાં વેકેશન માણી રહી છે, જેનો એક વીડિયો તેણે શેર કર્યો હતો.
શ્રદ્ધાએ શેર કરેલા વીડિયોમાં ગોવા ટ્રીપમાં તેણે શું શું કર્યું એ બાબતે લોકોને જણાવ્યું હતું. શ્રદ્ધાએ એક ફની વીડિયો શેર કર્યો છે જે લોકોને પણ ખૂબ જ ગમ્યો છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે શ્રદ્ધા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ રહી છે અને તેણે કેપ્શન આપ્યું હતું કે “કોણે મારી જેમ ગોવાની ટ્રિપ વેસ્ટ કરી છે?” શ્રદ્ધા આ વીડિયોમાં મસ્તીના મૂડમાં જોવા મળી છે.
ગોવાની ટ્રિપ એન્જોય કરતી શ્રદ્ધાએ લખ્યું હતું કે ગોવા આવીને ફક્ત ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈને મીમ્સ શેર કરો. શ્રદ્ધાના વીડિયો પર તેના ચાહકોએ અનેક હાસ્યસ્પદ કમેન્ટ કરી છે. શ્રદ્ધા ભલે ફિટનેસ બાબતે પોતાનું ધ્યાન રાખતી હોય તેમ છતાં તે દરેક ફૂડ આનંદથી ખાય છે અને તે પોતાને ફૂડી પણ ગણાવે છે.
એક અહેવાલ મુજબ શ્રદ્ધા કપૂર તેમની ફિલ્મ ‘સ્ત્રી-2’ની શૂટિંગમાં વ્યસ્ત છે. આ હોરર-કોમેડી ફિલ્મ 30 ઑગસ્ટ સુધી રીલીઝ કરવામાં આવશે એવું કહેવામાં આવી રહ્યું છે. ફિલ્મ ‘સ્ત્રી-2’માં શ્રદ્ધા સાથે રાજકુમાર રાવ પણ લીડ રોલમાં જોવા મળશે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ ફિલ્મ સ્ત્રી યુનિવર્સની બીજી ફિલ્મ છે.