દિવાળી પર બોલીવૂડ એક્ટ્રેસનો આ અનોખો અંદાજ જોઈને તમારું દિલ થઈ જશે ગાર્ડન ગાર્ડન…

બોલીવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર પોતાની સાદગી અને ક્યુટ અદાઓને કારણે ફેન્સના દિલો પર રાજ કરે છે. હાલમાં જ આવેલી શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી ટુએ બોક્સ ઓફિસ પર તબાહી મચાવી હતી. કમાણીના તમામ રેકોર્ડ્સ આ ફિલ્મ તોડી દીધા હતા અને એટલે બીજા શબ્દોમાં કહીએ તો શ્રદ્ધા કપૂર માટે આ વરસ ખરા અર્થમાં દિવાળી લઈને આવ્યું છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર દિવાળી સેલિબ્રેશનના ફોટો શેર કર્યા છે જે જોઈને ફેન્સનું દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલાં ફોટોમાં શ્રદ્ધા કપૂરે ફ્લોરલ પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો છે અને તે સિમ્પલ પણ એકદમ સુંદર લાગી રહી છે. આ ફોટોમાં શ્રદ્ધા પોતાના ઘરની બહાર દીવા લગાવીને ડોગ સાથે પોઝ આપી રહી છે. શેર કરેલાં એક બીજા ફોટોમાં શ્રદ્ધા પિતા શક્તિ કપૂર, માસી પદ્મિની કોલ્હાપુી અને તેના પતિ પ્રદીપ શર્મા સાથે જોવા મળી રહી છે.
શ્રદ્ધાએ ઘરમાં લક્ષ્મી-ગણેશજીની પૂજા કરીને દિવાળીની ઊજવણી કરી. વિતેલા જમાનાની એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપૂરીની સુંદરતાનો પણ કોઈ જવાબ નથી. શ્રદ્ધાએ સોશિયલ મીડિયા પર શેર કરેલાં ફોટોમાં પોતાના ઘરના મંદિરનો ફોટો પણ શેર કર્યો છે અને તેના ઘરની સુંદરતા તો જોતા જ બની રહી છે.
આ પણ વાંચો….એનર્જીનો ધોધ અસ્ખલિત ભાષાપ્રવાહ એટલે કિંગ શાહરૂખ ખાન
શ્રદ્ધાની સુંદરતા અને દિવાળીના દિવસે તેના ઘરની રોનક જોઈને ફેન્સના દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ ગયું હતું. શ્રદ્ધાએ રંગોળી પણ કરી હતી અને લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે મીઠાઈ અને નાસ્તા વગર તો દિવાળીનું સેલિબ્રેશન અધૂરું જ ગણાય એ વાત આપણી આ શ્રદ્ધા બેબી સારી રીતે સમજે છે, એટલે તેણે એની પણ એક ઝલક દેખાડી હતી.