મનોરંજન

Bollywoodની આ હસીનાએ ચાની ચૂસ્કીઓ સાથે કરી International Tea Dayની ઉજવણી…

બોલૂવીજની બબલી, ચુલબુલી ગર્લ શ્રદ્ધા કપૂર (Sharaddha Kapoor) અન્ય એક્ટ્રેસની જેમ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર ફોટો અને વીડિયોઝ, ડેટુ ડેની નાનામાં નાની ડિટેઈલ્સ પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. શ્રદ્ધાએ આજે પોતાનો ચાય પીતો વીડિયો શેર કરીને ફેન્સ સાથે કેટલીક ઈન્ટરેસ્ટિંગ વાતો પણ શેર કરી છે.

શ્રદ્ધા ખાવા-પીવાની ખૂબ જ શોખીન છે અને તે અવારનવાર અલગ અલગ ડિશ ખાતા પોતાનો ફોટો અને અનુભવો ફેન્સ સાથે શેર કરતી હોય છે. આજે 21મી મેના જ્યારે ઈન્ટરનેશનલ ટી ડેની ઊજવણી થઈ રહી છે ત્યારે શ્રદ્ધા કપૂરે ચાય પીતો પોતાનો વીડિયો શેર કર્યો છે અને આ સાથે જ તેણે ચાય વિશે થોડી ચૂલબૂલી વાતો પણ કરી હતી.

Also Read – બૉયફ્રે્ન્ડને છોડી janhvi-kapoor કોની સાથે કરી રહી છે રોમાન્સ

શ્રદ્ધ કપૂર (Sharaddha Kapoor)એ આંતરરાષ્ટ્રીય ચા દિવસ પર માસાલા ચાય પીતો વીડિયો શેર કર્યો હતો. આ સાથે તેણે જણાવ્યું હતું કે ચાય સૌથી સારી વસ્તુ છે. વીડિયોમાં શ્રદ્ધાએ આગળ એવું પણ જણાવ્યું હતું કે કોઈ કોઈને ચાય પસંદ છે, કોઈને કટિંગ પસંદ હોય છે, કોઈને ઓછી સાકરવાળી તો કોઈને ઓછા દૂધવાળી. કોઈને જમવાની સાથે ચા પીવાનું પસંદ છે તો કોઈને બિસ્કિટ સાથે ચા પીવાનું પસંદ હોય છે. ક્યારેક અદરવાળી તો ક્યારેય એલચીવાળી ચા કે પછી મારી જેમ કોઈ-કોઈને મસાલાવાલી ચા પસંદ હોય છે. ચાયની મજા તો પોત-પોતાના સ્ટાઈલમાં છે…

શ્રદ્ધા કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં જ રણબીર કપૂર સાથે ફિલ્મ તૂ જુઠ્ઠા મૈં મક્કારમાં જોવા મળી હતી અને હવે ટૂંક સમયમાં જ તે ફિલ્મ સ્રી ટુ, નાગિન અને આદિત્યમ કામ કરતી જોવા મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button