શોલેના ઠાકુર આ અભિનેત્રીનું દર્દ જોઈ ભૂલી ગયા હતા કે તેમના બે હાથ નથી...
મનોરંજન

શોલેના ઠાકુર આ અભિનેત્રીનું દર્દ જોઈ ભૂલી ગયા હતા કે તેમના બે હાથ નથી…

15મી ઑગસ્ટના રોજ હિન્દી ફિલ્મ શોલેને 50 વર્ષ પૂરા થયા. ક્લાસિક સિનેમા શોલે ફિલ્મમાં જેટલા કિસ્સા છે તેટલા જ કિસ્સા તેની મેકિંગના પણ છે.

શોલેની મેકિંગ પર જાવેદ અખ્તર અને અનુપમા ચોપડાએ બુક લખી છે. શોલેઃ ધ મેકિંગ ઓફ ક્લાસિક નામની આ બુકમાં ઘણા ઈન્ટરેસ્ટિંગ કિસ્સા છે. આ કિસ્સાઓમાંનો એક કિસ્સો સંજીવ કુમાર સાથે જોડાયેલો છે.

આ ફિલ્મમાં સંજીવ કુમારનું ઠાકુર બલદેવ સિંહનું કેરેક્ટર આજે લોકોને એટલું જ ગમે છે. યે હાથ મુજે દે દે ઠાકુર કહીને અમજદ ખાન તેના બે હાથ કાપી નાખે છે અને આ બે હાથ વગરના ઠાકુરના મિમ્સ પણ એટલા જ વાયરલ થયા છે. 50 વર્ષ બાદ પણ લોકો સંજીવ કુમારના એ પાત્રને ભૂલ્યા નથી.

આ ફિલ્મનો એક કિસ્સો છે, જે બુકમાં લખવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે ફિલ્મમાં સંજીવ કુમારની યુવાન વિધવા વહુ તરીકે જયા બચ્ચને ભૂમિકા નિભાવી છે. રાધાના પાત્રમાં જયાએ જીવ રેડી દીધો છે. આ રાધા નાની ઉંમરે વિધવા થઈ જાય છે અને તેનો ખંત સસરા તરીકે સંજીવ કુમારને છે.

તેવામાં જય એટલે કે અમિતાભ બચ્ચન અને રાધા વચ્ચે લાગણીનો તંતુ બંધાય છે. સંજીવ કુમારને આ ખબર છે, પરંતુ ફિલ્મના અંતમાં જયનું મોત બતાવવામાં આવ્યું છે. આ મોતથી જયા બચ્ચન એકદમ તૂટી જાય છે. પોતે જાણે ફરી વિધવા થઈ જાય છે.

જયાનું આ દર્દ ઠાકુરથી જોવાતું નથી અને તે ફિલ્મના સિનમાં જયાને ભેટવા દોડે છે, પરંતુ ડિરેક્ટર રમેશ સિપ્પી તેમને યાદ અપાવે છે, કે તેઓ આમ નહીં કરી શકે કારણ કે તેમના બે હાથ નથી.

પોતે રિયલમાં જયાનાં સસરા નથી, પણ સંજીવ કુમાર ભૂમિકામાં એવા તો મગ્ન તઈ ગયા છે કે સેટ પર દુઃખી દેખાતી જયાને સાંત્વના આપવા તેઓ દોડ્યા જાય છે.

સંજીવ કુમારે તેમની ટૂંકી ફિલ્મી કરિયરમાં જેટલા પણ રોલ નિભાવ્યા છે તે તમામ આજે પણ દર્શકોની નજર સામે તરે છે.

આ પણ વાંચો…Sholay: 50 વર્ષ પછી પણ સુપરહિટ, જાણો ‘શોલે’ના શૂટિંગ દરમિયાન થયેલા અજાણ્યા કિસ્સાઓ વિશે

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button