મનોરંજન

50 વર્ષ પહેલાં રીલિઝ થયેલી આ ક્લાસિકલ કલ્ટ ફિલ્મ આજે ઓટીટી પ્લેટફોર્મ પર ટ્રેન્ડિંગ ટોપ-10માં છે સામેલ…

ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો ખ્યાલ આવે કે અત્યાર સુધીમાં હજારો ફિલ્મો બની છે અને ભૂલાઈ પણ ગઈ, પરંતુ આ હજારો ફિલ્મોમાં કેટલીક ફિલ્મો એવી પણ હોય છે કે જે દાયકાઓ સુધી દર્શકોના દિલો પર રાજ કરે છે. આજે આપણે અહીં આવી જ એક 50 વર્ષ પહેલાં રીલિઝ થયેલી ફિલ્મ વિશે કે જે ઓટીટી પ્લેટફોર્મ પર ટોપ-10માં ટ્રેન્ડ કરી રહી છે. આ ફિલ્મના ડાયલોગ્સ, કેરેક્ટર અને મ્યુઝિક પાંચ દાયકા બાદ પણ લોકોના મનમાં એકદમ તરોતાજા છે.

અમે અહીં જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ એ ફિલ્મ છે રમેશ સિપ્પીની ફિલ્મ શોલે. આશ્ચર્યની વાત એ છે કે, આટલા દાયકાઓ વીતી ગયા હોવા છતાં, આ કલ્ટ ક્લાસિક ફિલ્મ આજે પણ ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર ટોપ 10માં ટ્રેન્ડ કરી રહી છે.

sholay 1975

1975માં જ્યારે ફિલ્મ શોલે રીલિઝ થઈ, ત્યારે એ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પહેલી એવી ફિલ્મ હતી કે જે 70mm અને સ્ટીરિયોફોનિક સાઉન્ડ સાથે બની હતી. આજે જ્યારે લોકો હાઈ-ડેફિનેશન અને હોમ થિયેટરમાં ફિલ્મ જુએ છે, ત્યારે પણ ‘શોલે’ના સીન્સ અને સાઉન્ડ ઈફેક્ટ્સ જેમ કે ગબ્બરના બૂટનો અવાજ કે સિક્કો ઉછાળવાનો અવાજ એકદમ ઈફેક્ટિવ લાગે છે.

સામાન્યપણે દરેક ફિલ્મમાં હીરો-હિરોઈન હોય છે, પણ ‘શોલે’માં દરેક કેરેક્ટરની એક અલગ સ્ટોરી છે. શોલે ફિલ્મમાં ગબ્બર સિંહ કે જે આજે પણ બોલીવૂડના સૌથી ખતરનાક વિલન તરીકે દર્શકોના દિલમાં જીવંત છે. ગબ્બરનો કિતને આદમી થે? જેવો ડાયલોગ આજે પણ મીમ્સ અને વાતચીતમાં વપરાય છે. આ સિવાય આજે પણ જ્યારે દોસ્તીની મિસાલ આપવાની હોય ત્યારે જય-વીરુની દોસ્તીની મિસાલ આપવામાં આવે છે.

આજની યુવાપેઢી કે જેને આપણે જેન-ઝી તરીકે ઓળખીએ છીએ એ ઓટીટી પ્લેટફોર્મ પર જાત જાતનું કન્ટેન્ટ શોધી રહી છે. આ યુવા પેઢી જૂની ક્લાસિક ફિલ્મો તરફ વળી રહી છે અને ફિલ્મ ‘શોલે’ તેમના માટે માત્ર એક ફિલ્મ નથી પણ એક અનુભવ છે. આજે પણ આખો પરિવાર સાથે બેસીને આ ફિલ્મ જુએ છે.

ફિલ્મ શોલેની સ્ટોરી ભલે થોડી લાંબી છે, પણ એની સ્ક્રિપ્ટ (સલીમ-જાવેદ દ્વારા લિખિત) એટલી મજબૂત છે કે તમે એક ક્ષણ માટે પણ નજર હટાવું શક્ય નથી. આ એક એવી ફિલ્મ છે જે તમે 100મી વખત જોતા હોવ તો પણ તમને એ જ રોમાંચ આપે છે.

shatrughan sinha

શોલેના આ હિડન ફેક્ટ્સ જાણો છો?
શરૂઆતમાં અમિતાભ બચ્ચનવાળો રોલ પહેલાં શત્રુઘ્ન સિંહાને ઓફર કરવામાં આવ્યો હતો

ગબ્બર સિંહના રોલ માટે પહેલા ડેની ડેન્ઝોંગપાને લેવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ અમજદ ખાનની પસંદગી કરવામાં આવી હતી

ફિલ્મના અંતિમ સીન કે જેમાં જયનું મૃત્યુ થાય છે એ સમયે શૂટિંગમાં સાચી ગોળીઓ ચલાવાઈ હોવાનો દાવો પણ અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે

આ પણ વાંચો…ધર્મેન્દ્રની એક ભૂલ: જ્યારે ‘શોલે’ના શૂટિંગમાં અમિતાભ બચ્ચનનો જીવ જોખમમાં મુકાયો!

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button