MahaKumbhમાં અંબાણી પરિવાર સાથે પહોંચેલી આ મહિલાએ લૂંટી લીધી લાઈમલાઈટ…

અંબાણી પરિવાર (Ambani Family) હાલમાં મહાકુંભમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને સોશિયલ મીડિયા પર આ વિઝિટના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ વીડિયો અને ફોટોમાં મુકેશ અંબાણી, કોકિલા અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટ, શ્લોકા મહેતા અને આકાશ અંબાણી પણ પહોંચ્યા હતા. વિવિધ ફંક્શન પર અંબાણી પરિવાર દરેક સદસ્યનો અલગ અલગ લૂક જોવા મળતો હોય છે. અંબાણી લેડિઝ પણ પોતાના લૂકથી લાઈમલાઈટ ચોરી લેતી હોય છે. પરંતુ સૌથી વધુ ચર્ચા જો કોઈની થતી હોય તો તે છે પરિવારના વહુરાણી શ્લોકા મહેતા..
વાત હોય અંબાણી પરિવારના મહિલા મંડળની તો નીતા અંબાણી (Nita Ambani) હોય કે ઈશા અંબાણી (Isha Ambani) કે પરિવારની વહુરાણીઓ શ્લોકા મહેતા (Shloka Mehta) હોય કે રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) હોય દરેક મહિલા પોતાની સ્ટાઈલ અને ફેશનને કારણે ચર્ચામાં રહે જ છે. પરંતુ આ વખતે શ્લોકા મહેતાએ પોતાની સાદગીથી લોકોનું દિલ જિતી લીધું હતું.

આ પણ વાંચો : વધુ એક અભિનેત્રીએ સંગમમાં કર્યું સ્નાન, વીડિયો શેર કરી કુંભની ઝલક બતાવી…

આખો અંબાણી પરિવાર મહાકુંભમાં ડૂબકી લગાવવા પહોંચ્યો હતો અને આ દરમિયાન સૌથી વધુ લાઈમલાઈટ કોઈએ ચોરી હોય તો તે છે શ્લોકા મહેતા. શ્લોકાએ આ સમયે હેન્ડ વર્કવાળો વ્હાઈટ સૂટ પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. શ્લોકા સાથે દીકરો પૃથ્વી અને વેદા પણ પાણ જોવા મળી હતી. પૃથ્વી અને વેદાએ પણ મહાકુંભમાં ડૂબકી લગાવી હતી.
શ્લોકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. લોકોને એમની સાદગી પસંદ આવી રહી છે. નેટિઝન્સ અંબાણી પરિવારના લાલન-પોષણના વખાણ કરતાં જોવા મવલી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે શ્લોકાને જરા પણ ઈગો નથી, તે કેટલી સિમ્પલ છે. બીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે શ્લોકા હંમેશા આવા સાદગીભર્યા અવતારમાં જ જોવા મળે છે.
રાધિકા પણ આ સમયે ત્યાં હાજર હતી અને તેણે પણ ગણેશોત્સવ દરમિયાન પહેરેલો જ આઉટફિટ રીપિટ કર્યો હોય એવું લાગી રહ્યું હતું. વાત કરીએ અંબાણી પરિવારના બિગ બોસ એટલે કે કોકિલાબેન અંબાણીની તો કોકિલાબેન અંબાણીએ પણ આ સમયે શર્ટ, ગોગલ્સ અને કપાળ પર તિલક સાથે પોતાનો સ્વેગ દેખાડવામાં કોઈ કમી બાકી રાખી નહોતી.
નેટિઝન્સને પણ અંબાણી પરિવારને એક સાથે જોઈને ફિલ્મ હમ સાથે સાથ હૈની યાદ આવી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગયા મહિને અનિલ અંબાણી અને તેમના પત્ની ટીના અંબાણી મહાકુંભ પહોંચ્યા હતા અને જ્યાં તેમણે પવિત્ર સંગમમાં ડૂબકી લગાવી હતી.