Shloka Mehta-Akash Ambani જાહેરમાં આ શું કરતાં જોવા મળ્યા? વીડિયો જોઈને તો… | મુંબઈ સમાચાર

Shloka Mehta-Akash Ambani જાહેરમાં આ શું કરતાં જોવા મળ્યા? વીડિયો જોઈને તો…

અંબાણી પરિવાર દરેક સમયે કોઈને કોઈ કારણસર લાઈમલાઈટમાં રહે છે. પરિવારનો કોઈ પણ સભ્ય જ્યારે પણ પબ્લિકમાં દેખાય છે એટલે તરત જ તેની ચર્ચા શરૂ થઈ જાય છે. પરિવારના સદસ્યોની વૈભવી લાઈફસ્ટાઈલ, આઉટફિટ્સ, જ્વેલરી ચર્ચાનું કેન્દ્ર બને છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી જોવા મળી રહ્યા છે. બંને જણ આ વીડિયોમાં ખૂબ જ સ્પોર્ટી લૂકમાં જોવા મળી રહ્યા છે. બંનેનો આ અવતાર નેટિઝન્સને પહેલી જ વખત જોવા મળ્યો છે. આ વીડિયો જોઈને લોકો જાત જાતના કમેન્ટ આપી રહ્યા છે. તમે પણ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…

આ પણ વાંચો: એક દિવસમાં કેટલો ખર્ચ કરે છે અંબાણી પરિવાર? આંકડો સાંભળીને તો પગ નીચેથી…

અંબાણી પરિવારના દરેકે દરેક સભ્યની અલગ જ ફેન ફોલોઈંગ છે અને એમાં પણ આકાશ અંબાણી અને શ્લોકા મહેતા તો લોકોના ફેવરેટ કપલ છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં શ્લોકા મહેતા અને આકાશ અંબાણીન બંને પિકલબોલ રમતા જોવા મળી રહ્યા છે. બંનેનો સ્પોર્ટી લૂક અને એનર્જેટિક અંદાજ પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતાનો કેઝ્યુઅલ પણ સ્ટાઈલિશ લૂક ફેન્સને પસંદ આવી રહ્યો છે. તેમણે બ્લેક શોર્ટ્સ અને ટેંક ટોપ કેરી કર્યું હતું અને તે એક પછી એક જોરદાર શોટ્સ લગાવતી જોવા મળી રહી છે. શ્લોકા મહેતાની ફિટનેસ પણ આ વીડિયોમાં જોવા મળી રહી છે. તે ખૂબ જ ઉત્સાહિત થઈને રમતી જોવા મળી રહી છે. જ્યારે ગ્રીન ટી-શર્ટમાં આકાશ અંબાણી પણ એટલી જ એનર્જીથી ઉત્સાહથી રમી રહ્યો છે.

View this post on Instagram

A post shared by Ambani Family (@ambani_update)

આ વીડિયો જોયા બાદ શ્લોકા મહેતાની સ્પોર્ટ્સમેન સ્પિરિટ જોઈને ફેન્સ પોતાની જાતને એના વખાણ કરતાં નથી થાકી રહ્યા. લોકો એવું કહી રહ્યા છે કે શ્લોકા સિમ્પલ અને એલિગન્ટ હોવાની સાથે સાથે કૂલ પણ છે. તે પોતાની જાતને ખૂબ જ ગ્રેસફૂલ લોકો સામે રજૂ કરે છે. વીડિયોમાં શ્લોકા શોટ લગાવતા તો ક્યારેક કૂદકો મારતી કે ક્યારેય ટીમ બોન્ડિંગ કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: મેચ પૂરી થયા બાદ કેમેરા પર જ હાર્દિક પંડ્યાએ આકાશ અંબાણી સાથે કર્યું એવું વર્તન કે…

વીડિયો પર ફેન્સ કમેન્ટ કરતાં લખી રહ્યા છે કે શ્લોકાની સાદગી અને એક્ટિવ લાઈફસ્ટાઈલ ખૂબ જ કમાલની છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે સ્ટાઈલ અને ગ્રેસની મિસાલ છે શ્લોકા… ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ફિટનેસ અને સ્ટાઈલ બંનેનું મિશ્રણ છે શ્લોકા મહેતા. તમે પણ શ્લોકા મહેતા અને આકાશ અંબાણીનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો…

Back to top button