હેં, સંગીતમાં બોલીવુડ એક્ટ્રેસનો લૂક કોપી કર્યો Ambani Familyની આ મહિલાએ…
હાલમાં અંબાણી પરિવારનો આનંદ ગગનમાં સમાય એવો નથી અને હોય પણ કેમ નહીં અંબાણી પરિવારના લાડકવાયા દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થવા જઈ રહ્યા છે. લગ્ન પહેલાંના પ્રસંગોની અંબાણી પરિવાર દ્વારા રંગે ચંગે ઉજવણી કરાઈ રહી છે અને પરિવારનો દરેક સભ્ય પોતાના લૂકથી લાઈમ લાઈટ ચોરી રહ્યો છે. પરંતુ આ બધા વચ્ચે અંબાણી પરિવારની એક ફિમેલ મેમ્બરે બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરનો લૂક કોપી કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફીમેલ મેમ્બર બીજું કોઈ નહીં પણ પરિવારની મોટી વહુરાણી શ્લોકા મહેતા (Shloka Maheta) છે.
આ પણ વાંચો: Anant Ambani-Radhika Merchantના સંગીતમાં Isha Ambaniનો વટ્ટ જોયો કે…
સંગીત નાઈટ પછીની પાર્ટીમાં શ્લોકા મહેતા હર હંમેશની જેમ એકદમ ગોર્જિયસ લાગી રહી હતી. શ્લોકા મહેતાની ફેશન સેન્સ એકદમ કમાલની છે, અને એમાં કોઈ જ શંકા નથી. પણ એવું કહેવાય છે કે સંગીત પાર્ટી માટે શ્લોકાએ બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરનો બોલ ચૂડીયાં, બોલ કંગના ગીતનો લૂક રીક્રિયેટ કર્યો હતો. ફિલ્મ કભી ખુશી કભી ગમમાં કરિના કપૂરનો આ લૂક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.
આ પણ વાંચો: Anant-Radhikaના સંગીતમાં પરફેક્ટ લૂક સાથે આવી હતી આ અભિનેત્રી
પીચ કલરના લહેંગામાં શ્લોકા ખૂબ જ કમાલની સુંદર લાગી રહી હતી. બેકલેસ બ્લાઉઝમાં શ્લોકા એકદમ બ્યુટીફુલ લાગી રહી હતી. કરીના આ બેકલેસ બ્લાઉઝ સાથે પ્લાઝો પહેર્યો હતો જ્યારે શ્લોકાએ એની સાથે લહેંગો પહેર્યો હતો. આ સુંદર આઉટફિટ સાથે શ્લોકાએ મેચિંગ ડાયમંડ જ્વેલરી કેરી કરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.
વાત કરીએ શ્લોકાના અત્યાર સુધીના ઈવેન્ટના લુકની તો તેના બધા લૂક એકદમ કમાલના રહ્યા છે. ફેશનસેન્માં શ્લોકા સાસુ નીતા અંબાણી અને નણંદ ઈશા અંબાણી બંનેને કાંટે કી ટક્કર આપે છે.