Viral Video: Nita Ambaniએ દીકરા આકાશની હાજરીમાં જ Shloka Mehta સાથે કર્યું કંઈક એવું કે…

કોઈ પણ ઈવેન્ટ હોય અંબાણી પરિવાર (Ambani Family) લાઈમલાઈટ લૂંટી જ જાય છે, પછી એ નીતા અંબાણી (Nita Ambani) હોય કે રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) હોય…પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે જેમાં નીતા અંબાણી અને શ્લોકા મહેતા (Shloka Maheta) પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેની સાથે આકાશ અંબાણી પણ સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો નીતા અંબાણી અને શ્લોકા મહેતાની સરખામણી કરી રહ્યા છે.
ચાલો જોઈએ આખરે શ્લોકાએ એવું તે શું કર્યું કે લોકો તેની સાસુ નીતા સાથે કમ્પેરિઝન કરી રહ્યા છે- સામાન્યપણે નીતા અંબાણી કોઈ ઈવેન્ટમાં પહોંચે ત્યારે લાઈમલાઈટ લૂંટી લેવું જરા અઘરું છે. વીડિયો જોઈને ખ્યાલ આવે છે કે આ ઈવેન્ટ જિયોનો છે અને આ દરમિયાન સાસુ-વહુની જોડી ઈવેન્ટ પર સાથે પહોંચી હતી. દરમિયાન શ્લોકાએ એકદમ હોટ ડ્રેસ પહેર્યો હતો, પરંતુ નીતા અંબાણી પોતાના લૂકથી વહુ શ્લોકાને ઝાંખી પાડી દીધી હતી.
સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ નીતા અંબાણીના લૂક પર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે કૃપા કરીને આ પ્રેમાળ પરિવારમાં ભંગાણ ના પાડશો. બીજા એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વહુ કરતાં તો સાસુ નીતા અંબાણી વધારે સુંદર લાગી રહી છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે સાસુ કોણ છે વહુ કોણ છે?
Also read: બોલિવૂડમાં થશે મુકેશ અંબાણીની એન્ટ્રી, હવે કરણ જોહર…..
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જુલાઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થયા હતા અને આ લગ્ન માત્ર ભારત જ નહીં પણ દેશ-વિદેશમાં પણ ચર્ચાનું કારણ બન્યા હતા, જેમાં અનેક નામી હસ્તીઓએ હાજરી આપીને ચાર ચાંદ લગાવ્યા હતા. તમે પણ નીતા અંબાણી અને શ્લોકા અંબાણીનો આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…