શર્ટલેસ સોનૂ સૂદનો વીડિયો વાયરલ થયો, બાઈક રાઈડિંગ કરતો એક્ટર આ કારણે ફસાયો

સોશિયલ મીડિયમાં ક્યારે કઈ વાત વાયરલ થઈ જાય અને કોને લાભ થાય કે કોને નુકસાન થાય તે ખબર પડતી નથી. કોરોનાની મહામારી સમયે સુપરમેન બની ગયેલા સોનૂ સૂદ સાથે પણ આવું જ થયું છે. સૂદે હિમાચલ પ્રદેશના સ્પીતિમાં શર્ટલેસ બાઈક રાઈડ કરી સ્ટાઈલ મારવાની કોશિશ કરી કે શું, પણ તેની હાલત ખસ્તા થવાની સંભાવના છે.
સોનૂનો આ વીડિયો વાયરલ થતા જ કોઈએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી વાંધો ઉઠાવ્યો છે. સોનૂએ બાઈક રાઈડ કરતા સમયે હેલ્મેટ પહેર્યું ન હોવાથી તેણે સોનૂ સામે પગલાં લેવાશે કે કેમ કે પછી સેલિબ્રિટી કાયદાની ઉપર હોય છે, તેવી ટ્વીટ કરી સ્થાનિક તંત્રને ટેગ કર્યું છે.
સોનૂના બે વીડિયો છે જેમાં એકમાં તે શર્ટલેસ છે, ગોગલ્સ પહેર્યા છે અને હીરોસ્ટાઈલમાં બાઈક ચલાવે છે, તેની પાછળ પણ સાત-આઠ લોકો આવે છે. એક રાઈટમાં તેણે હેલ્મેટ પહેર્યું છે, પણ ગિયરલેસ રાઈડને લીધે લોકો તેને વખોડી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે છે કે સોનૂ એક સમયે સૌના પ્રેરણાસ્ત્રોત રહ્યા હતા, પણ આ રીતે બાઈક ચલાવી તેમણે સારું ઉદાહરણ પૂરું પાડ્યું નથી. એક યુઝરે લખ્યું છે કે જો જાણીતી હસ્તીઓ આમ કરશે તો યુવાનોને શું સંદેશ મળશે.
આ વીડિયો વાયરલ થયા બાદ લાહૌલ સ્પીતિ પોલીસ સ્ટેશન તરફથી એક સંદેશ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ કહે છે કે આ વીડિયો 2023નો હોવાનું જણાઈ રહ્યું છે છતાં તેની તપાસ કરવામાં આવશે અને કાયદાકીય રીતે જે કાર્યવાહી કરવાની હશે તે કરવામાં આવશે.
આ પણ વાંચો….સોનુ સૂદની પત્ની અકસ્માતમાં થઈ ઘાયલ, ગાડીનો વળી ગયો કચ્ચરઘાણ