મનોરંજન

Happy Birthday: આ સ્ટાર ક્રિકેટર સાથે લગ્નની ચર્ચા ચાલી રહી હતી, પણ…

બોલીવૂડની એવી ઘણી અભિનેત્રીઓ છે જેણે કરિયરમાંથી લાંબો બ્રેક લીધો હોય અને પાછા ગ્લેમર વર્લ્ડમાં આવી ચમક્યા હોય. આવી જ એક અભિનેત્રી છે શિલ્પા શિરોડકર જેણે ટીવી પરના રિયાલિટી શૉથી કમબેક કર્યુ છે.

બિગ બૉસ-18ની કન્ટેસ્ટન્ટ શિલ્પા શિરોડકરનો આજે 51મો જન્મ દિવસ છે. 80-90ના દાયકામાં ઘણી હીટ ફિલ્મો આપનારી આ હીરોઈન 2000ની સાલમાં લગ્ન કરી લંડન સ્થાયી થઈ અને અહીં તેણે સંસાર સંભાળવામાં ધ્યાન આપ્યું.

હવે તે ફરી મુંબઈ આવી છે અને બિગ બૉસમાં ધૂમ મચાવી રહી છે ત્યારે તેનાં લગ્ન સાથે જોડાયેલો એક કિસ્સો તે સમયે ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો.

Happy Birthday: There was talk of marriage with this star cricketer, but...

ભ્રષ્ટાચાર ફિલ્મથી 1989માં કરિયરની શરૂઆત કરનારા શિલ્પા 10મી ફેલ છે. પોતાને ભણવામાં રસ ન હતો અને તેથી એક્ટિંગમાં જ કરિયર બનાવવાનો નિર્ણય લીધો હોવાનું તેણે કહ્યું હતું. હમ, ગોપી કિશન, બેવફા સનમ, મૃત્યુદંડ જેવી ફિલ્મોમાં શિલ્પાએ કામ કર્યુ છે. શિલ્પા બૉલ્ડ સિન આપવા માટે પણ જાણીતી થઈ હતી.

તેની કરિયરની પીક સમયે તેનું નામ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સાથે જોડાયેલું હતું. બન્નેના પરિવાર મરાઠી હોવાથી તેમના લગ્નની વાત લગભગ પાક્કી હોવાાન મીડિયા અહેવાલો હતા, પરંતુ અચાનક શું થયું કે એક ઈન્ટરવ્યુમાં સચિને શિલ્પા સાથે કોઈપણ જાતની ઓળખ જ ન હોવનું કહ્યું હતું ને ત્યારબાદ શિલ્પાએ પણ આ માત્ર અફવા હોવાનું કહી વાતને ટાળી હતી.

Happy Birthday: There was talk of marriage with this star cricketer, but...

આ પણ વાંચો : Big Boss શરુ થયા પૂર્વે સલમાન માટે આ મહારાજે કરી કમેન્ટ, થઈ જોરદાર વાઈરલ

ત્યારબાદ તે લંડનમાં વસતા બેંકર સાતે લગ્ન કર્યા હતા અને ત્યાં જ સ્થાયી થઈ હતી. લંડનમાં પણ પોતે ખાસ કંઈ કામ ન કરતા ઘર સંભાળતી હતી, તેમ તેણે કહ્યું હતું, પણ મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની પાસે રૂ. 237 કરોડની સંપત્તિ છે. તે આટલી સંપત્તિની માલિકણ કઈ રીતે બની તે અંગે ખાસ કોઈ માહિતી નથી.

શિલ્પાના દાદી મિનાક્ષી શિરોડકર તેમના સમયના જાણીતા અભિનેત્રી હતા અને તેની બહેન નમ્રતા શિરોડકર પણ ફિલ્મો કરી ચૂકી છે. નમ્રતા સાઉથ સુપરસ્ટાર મહેશબાબુની પત્ની છે.
બહેનના જન્મદિવસે તેણે પોસ્ટ કરી તેને વધામણા આપ્યા છે.

શિલ્પાને જન્મદિવસની શુભકામના…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button