મનોરંજન

શિલ્પા શેટ્ટીનો તેના બે ડોગીનો વીડિયો કેમ લોકોને કરી રહ્યો છે ભાવુક?

મુંબઈ: ‘મૈં આઇ હું યુપી બિહાર લૂંટને’ આ એક ગીતથી જ બોલીવૂડમાં પોતાનો પદગંડો જમાવવામાં સફળ થનારી શિલ્પા શેટ્ટી કુન્દ્રાનો પ્રાણી પ્રેમ જગજાહેર છે. તે કેટલી મોટી એનિમલ લવર છે તે વિશે અનેક ઇન્ટરવ્યૂમાં તે વાત કરી ચૂકી છે. જોકે, ગુરુવારે ‘નેશનલ એનિમલ ડે’ના રોજ શિલ્પા શેટ્ટીએ પ્રાણીઓ વિશે એક પોસ્ટ શેર કરી અને આ પોસ્ટ જોનારા નેટીઝન્સ તેને જોઇને ભાવુક થઇ રહ્યા છે.

શિલ્પા શેટ્ટીએ તેના બે ડોગી ટ્રફલ અને સિમ્બા સાથેનો એક વીડિયો શેર કર્યો અને આ વીડિયો ખૂબ જ સુંદર છે. આ વીડિયોમાં શિલ્પાએ બંને ડોગી સાથે વીતાવેળી પળોને ખૂબ સુંદર રીતના રજૂ કરવામાં આવી હતી. વીડિયોમાં તે બંને સાથે પોતાના ઘરમાં રમતી અને મસ્તી કરતી પણ વીડિયોમાં જોવા મળે છે.

વીડિયોમાં શિલ્પા સફેદ ટેંક ટોપ અને ભૂરા રંગની ફ્લેયર્ડ ડેનિમ પહેરેલી જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું કે દુનિયામાં મારી શાંતિ છે મારા સિમ્બા અને ટ્રફલ. મારી તરફથી બધાને જ નેશનલ પેટ ડેની શુભેચ્છાઓ.

ઘણા સમયથી પડદાથી દૂર રહ્યા બાદ છેલ્લે શિલ્પા શેટ્ટી હાલમાં રિલીઝ થયેલી એક્શન થ્રિલર સિરીઝ ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’માં જોવા મળી હતી. આ સિરીઝનું નિર્માણ રોહિત શેટ્ટી અને સુશાંત પ્રકાશ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે વિવેક ઓેબેરોય અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ સિરીઝમાં અભિનય કર્યો હતો. હવે શિલ્પાનો આગામી પ્રોજેક્ટ ‘કેન્ડી’ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button