શિલ્પા શેટ્ટીએ ફોટોગ્રાફરને કેમ કહ્યું અહીંયા આવ તું મારે તારું મોઢું જોવું છે? વીડિયો થયો વાઈરલ…

જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ અને બેસ્ટ ડાન્સર શિલ્પા શેટ્ટી હાલમાં લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો સુપર ડાન્સરની પાંચમી સિઝનને કારણે ચર્ચામાં છે. ચાર વર્ષના બ્રેક બાદ આ શોમાં ટેલેન્ટેડ ડાન્સર્સ પોતાની પ્રતિભાથી સ્ટેજ પર ધૂમ મચાવતા જોવા મળશે. આ ડાન્સ રિયાલિટી શોનું પ્રીમિયર આ વીકએન્ડમાં થશે અને શોની શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. આ સમયનો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં શિલ્પા શેટ્ટી એક પેપ્ઝને પોતાની પાસે બોલાવતી અને એને એવું કહેતી સાંભળવા મળે છે કે અહીંયા આવ તો મારે તારું મોઢું જોવું છે… ચાલો તમને આ પાછળની આખી સ્ટોરી જણાવીએ…
વાત જાણે એમ છે કે રિયાલિટી ટીવી શોના સેટ પર પિંક કલરના સુંદર રાજસ્થાની લહેંગામાં શિલ્પાને જોઈને પેપ્ઝ તેમને ક્લિક કરવા માટે પડાપડી કરવા લાગ્યા. પરંતુ શિલ્પા પણ પેપ્ઝની મજા લેવાના મૂડમાં હતી તો તેણે પેપ્ઝની ભીડમાંથી એક ફોટોગ્રાફરને પોતાની પાસે બોલાવવા લાગી હતી.
આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીના ક્રોએશિયા વેકેશનમાં ઝઘડો? વાયરલ વીડિયોની હકીકત
શિલ્પાને બોલાવતી જોઈને પેપ્ઝે પોતાનું મોઢું હાથથી ઢાંકી દીધું અને તેણે શિલ્પાને કહ્યું કે તેણે તંબાકુ ખાવાનું બંધ કરી દીધું છે. આ જોઈને તેની સાથે પેપ્ઝ કહેવા લાગ્યા કે શિલ્પા મેમ આ ફિલ્મ સિટીની બહાર તંબાકુ ખાય છે અને પોતાના સામાનમાં પણ રાખે છે. આ સાંભળીને શિલ્પા હસતાં હસતાં કહે છે કે કેવા મિત્રો છે યાર… જોકે, સેટ પર જતા પહેલાં શિલ્પાએ પેપ્ઝને તંબાકુ ખાવાનું બંધ કરવાની ચેતવણી આપી હતી.
વાત કરીએ શોની તો આ શોમાં શિલ્પા સાથે સાથે જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂર અને કોરિયોગ્રાફર મર્જી પેસ્ટનજી પણ જોવા મળશે. અનુરાગ બસુની જગ્યાએ મર્ઝી પહેલી વખત આ શોમાં ભાગ લેશે. મામાજીના નામથી જાણીતા પારિતોષ ત્રિપાઠી આ શોને હોસ્ટ કરશે. દર્શકોને પારિતોષની હોસ્ટિંગ ખાસી પસંદ આવે છે.
આ પણ વાંચો: Viral Video: અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ આગવી રીતે યોગ કર્યો, લોકોએ આપી સલાહ…
આ ડાન્સ રિયાલિટી ટીવી શોમાં 12 ટેલેન્ટેડ યુવા ડાન્સર્સ ભાગ લેશે અને તેમની સાથે એક જાણીતા કોરિયોગ્રાફર તેમના ગુરુ હશે. આ શો દર શનિવાર અને રવિવારે રાત 8 વાગ્યે ઓન એર થશે. આ શો સિવાય શિલ્પા શેટ્ટી જાણીતી કન્નડ ફિલ્મ કેડી ધ ડેવિલ પણ રીલિઝ થવા તૈયાર છે. આ ફિલ્મ 1970થી 80ના દાયકામાં બેંગ્લોરની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત છે.