નેશનલમનોરંજન

“સોનમ બેવફા”ના કેસમાં ટ્રેન્ડ થયેલ શિલોંગની ઓળખ “સિટી ઓફ રોક્સ”; આ ફિલ્મો પણ બની….

શિલોંગ: હાલમાં સોશિયલ મીડિયા પર “સોનમ બેવફા હૈ” (Sonam Bewafa Hai) કેસ ખૂબ જ ચર્ચામાં છે, અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. જે સોનમ રઘુવંશી અને રાજા રઘુવંશીના કાળજું કંપાવી નાખે તેવા કિસ્સા સાથે સંકળાયેલો છે. આ કેસની ચર્ચાઓ વચ્ચે એક શહેરનું નામ વારંવાર સામે આવી રહ્યું છે અને તે છે શિલોંગ. જોકે, શિલોંગ માત્ર આ કેસને કારણે જ નહીં, પરંતુ તેની અદભૂત કુદરતી સુંદરતા અને સંગીત પ્રત્યેના અપ્રતિમ પ્રેમ માટે પણ જાણીતું છે. પૂર્વોત્તર ભારતના આ મોહક શહેરને “સિટી ઓફ રોક્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તેના સમૃદ્ધ રોક મ્યુઝિક કલ્ચરનું પ્રતીક છે.

શિલોંગમાં શુટ થયેલી બોલિવૂડ ફિલ્મો

શિલોંગની સુંદર પૃષ્ઠભૂમિએ બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓને પણ આકર્ષ્યા છે. અહીં શૂટ થયેલી કેટલીક નોંધપાત્ર ફિલ્મો છે. જેમાં સૌથી પહેલું નામ આવે કુર્બાન (1991). સલમાન ખાન અને આયેશા ઝુલ્કા અભિનીત આ ફિલ્મ 31 મે, 1991 ના રોજ રિલીઝ થઈ હતી. તે બે પ્રતિસ્પર્ધી પરિવારો અને તેમના પ્રેમમાં પડેલા બાળકોની વાર્તા દર્શાવે છે.

ત્યારબાદ રોક ઓન 2 (2016) કે જે 11 નવેમ્બર, 2016 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં ફરહાન અખ્તર, અર્જુન રામપાલ, પૂરબ કોહલી, શ્રદ્ધા કપૂર અને પ્રાચી દેસાઈ જેવા કલાકારો હતા. તેની પ્રિક્વલ ‘રોક ઓન’ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. શિલોંગના મનોહર લોકેશન્સ આ ફિલ્મના દૃશ્યો માટે પરફેક્ટ પૂરવાર થયા હતા. તે સિવાય હર પલ કે જેમાં પ્રીતિ ઝિન્ટા, શાઈની આહુજા અને ઈશા કોપ્પીકર અભિનીત આ ફિલ્મ શિલોંગમાં શૂટ કરવામાં આવી હતી, પરંતુ તે ક્યારેય રિલીઝ થઈ શકી નહીં.

શા માટે ઓળખાય છે “સિટી ઓફ રોક્સ” ?

કુદરતે શિલોંગને જે રીતે નવાજયું છે, તે જ રીતે સંગીતે પણ આ શહેરને અપાર પ્રેમ આપ્યો છે. શિલોંગમાં અનેક નાના-મોટા રોક બેન્ડ્સ છે અને રોક મ્યુઝિક પ્રત્યેના તેના ઊંડા લગાવને કારણે તેને “સિટી ઓફ રોક્સ” તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શહેરનો સંગીતમય સ્વભાવ અને બોલિવૂડ સાથેનો સંબંધ તેની વૈવિધ્યસભર ઓળખને વધુ મજબૂત બનાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button