મનોરંજન

પ્રેમમાં છે કપૂર ખાનદાનની લાડલી? આપી મોટી હિન્ટ…

બોલીવૂડ દિગ્ગજ અને દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીની લાડકવાયી ખુશી કપૂર (Khushi Kapoor)એ ફિલ્મ લવયાપ્પાથી બોલીવૂડમાં ડેબ્યુ કરી ચૂકી છે. આમિર ખાનના દીકરા અને ઝુનૈદ ખાન અને ખુશી કપૂર સ્ટારર ફિલ્મ લવયાપ્પા બોક્સ ઓફિસ પર ખાસ કંઈ કમાલ દેખાડી શકી નથી.

પરંતુ આ બધા વચ્ચે ખુશી કપૂર પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં આવી છે. ખુશી કપૂરે હાલમાં જ પોતાની રિલેશનશિપને લઈને ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું છે ખુશી કપૂરે-

આપણ વાંચો: વધુ એક ફ્લોપ ફિલ્મ આપ્યા પછી ખુશી કપૂરે કરી પોતાની સિક્રેટ વાત કે…

ખુશીએ સેલ્ફી શેર કરી
ખુશી કપૂરે ફિલ્મ લવયાપ્પામાં આમિર ખાનના દીકરા ઝુનૈદ ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી, પરંતુ હાલમાં ખુશી પોતાની પ્રોફેશનલ લાઈફ નહીં પણ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવી છે. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે કપૂર ખાનદાનની આ લાડકવાયીએ પોતાની એક સેલ્ફી સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

શું છે ખાસ આ સેલ્ફીમાં
ખુશીએ શેર કરેલી સેલ્ફીમાં તેણે ગળામાં એક પેન્ડન્ટ પહેર્યું છ અને આ પેન્ડન્ટમાં ખુશીના નામના પહેલાં ઈનિશિયલની સાથે સાથે તેના સો કોલ્ડ બોયફ્રેન્ડના નામનું ઈનિશિયલ લેટર જોવા મળે છે. આ પેન્ડન્ટના સેન્ટરમાં એક હાર્ટશેપ જોવા મળી રહ્યું છે. ખુશીનું નામ છેલ્લાં કેટલાક સમયથી વેદાંગ રૈના સાથે જોડાઈ રહ્યું છે. જોકે, ઈન્ટરવ્યુમાં વેદાંગ રૈના અને ખુશી કપૂરે સ્પષ્ટતા કરી હતી કે તેઓ સારા મિત્રો છે.

આપણ વાંચો: Loveyapa movie review : સાઉથની કૉપી પણ જુનૈદ-ખુશી કપૂરે તાજગી ઉમેરી

વેદાંગ રૈના સાથેની રિલેશનશિપ કન્ફર્મ
હવે આ બધા વચ્ચે સેલ્ફીમાં ખુશીના ગળામાં દેખાઈ રહેલું આ પેન્ડન્ટ જોઈને ફેન્સ એવો અંદાજો લગાવી રહ્યા છે કે એક્ટ્રેસે ક્યાંક વેદાંગ અને તેની રિલેશનશિપ કન્ફર્મ તો નથી કરી દીધીને.

મોટી બહેનના પગલે પગલે ખુશી…
અત્રે ઉલ્લેખનીય છે કે ખુશી જ નહીં પણ તેની મોટી બહેન જ્હાન્વી કપૂરે પણ બોયફ્રેન્ડ શિખર પહાડિયાના નામનું પેન્ડન્ટ પહેર્યું હતું. બંને જણ અવારનવાર પબ્લિકલી સ્પોટ થતાં હોય છે. હવે મોટી બહેનના પગલે પગલે ખુશી કપૂરે પણ પોતાના સો કોલ્ડ બોયફ્રેન્ડના નામનું પેન્ડન્ટ પહેરીને પોતાનું રિલેશનશિપ કન્ફર્મ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button