મનોરંજન

રેડ હોટ ડ્રેસમાં શેહનાઝ ગિલનો કિલર લૂક જોઈ લો, તસવીરો જોઇ ચાહકો ક્રેઝી

મુંબઈ: ‘બિગ બોસ’માં આવ્યા બાદ શહેનાઝ ગિલે ઘણા ઓછા જ સમયમાં પોતાનું આગવું સ્થાન મનોરંજનની દુનિયામાં બનાવ્યું છે અને ફિલ્મો અને વેબ-સિરીઝની સાથે સાથે ઢગલાબંધ જાહેરાતોમાં પણ શહેનાઝ ગિલ દેખાતી હોય છે. તેના સરળ અને સીધા સ્વભાવના કારણે તેણે પોતાનો એક આગવો જ ચાહકવર્ગ ઊભો કરી લીધો છે અને તે પણ ખૂબ જ ઓછા વખતમાં.

શહેનાઝ સોશિયલ મીડિયા પર આમ તો એક્ટિવ રહેતી જ હોય છે અને તેની તસવીરો પણ અવારનવાર વાયરલ થતી રહેતી હોય છે, પરંતુ હાલમાં તેના એક ફોટોશૂટની ખૂબ જ ચર્ચા થઇ રહી છે અને વાયરલ થયેલી આ તસવીરોમાં શહેનાઝનો બોલ્ડ અને સિઝલિંગ લુક તેના ચાહકો નથી તેમને પણ મોહી રહ્યો છે.

આ તસવીરોમાં તે રેડ કલરનું ડિપ-નેક ગાઉન પહેરેલી જોવા મળે છે અને નિકોલસ-જેબ્રાન બ્રાન્ડના આ ગાઉનમાં શહેનાઝ ઘણી જ ખૂબસૂરત દેખાઇ રહી છે. તેના ચહેરા પરનો ગંભીર અને લલચાવનારો લુક તેની સુંદરતામાં કંઇક અનોખો જ જાદુ ઊભો કરે છે. આ ડ્રેસમાં શહેનાઝનું પર્ફેક્ટ ફિગર અને તેની ફિટનેસ સ્પષ્ટ જોઇ શકાય છે.

શહેનાઝના ચાહકો તો આ તસવીરો જોઇ તેના વધુ કાયલ બની જ ગયા છે, પરંતુ તેની ઑફ શૉલ્ડર ગાઉન પહેરેલી તસવીરો તેના નવા ચાહકો બનાવી રહી છે. રેડ ગાઉનની સાથે સાથે તેણે હાથમાં પહેરેલા કાળા રંગના ગ્લવ્સ એક જુદો જ કોન્ટ્રાસ્ટ તેના લુકમાં ઉમેરે છે. તમે પણ આ તસવીર જોઇને શહેનાઝના ફેન બની ગયા કે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button