પાપારાઝી બોડીને કર્વી બતાવવા કરે છે સખત મહેનતઃ બિગ બોસ ફેમ અભિનેત્રીએ કર્યો ધડાકો

બિગ બોસ 13માં જોવા મળેલી શેફાલી જરીવાલાએ પાછળથી મહિલા કલાકારોની તસવીરો લેતા ફોટોગ્રાફરો પર પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. તાજેતરમાં અયોગ્ય એંગલથી ફોટા લેવાના પાપારાઝી પરની ચર્ચા વિશે તેણે ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે પાપારાઝીઓ તેના પીઠનો ભાગ દેખાડતા ફોટા લે એની સામે તેને કોઇ વાંધો નથી કારણ કે તેણે તેના શરીર પર (શરીરને સુડોળ અને કર્વી બનાવવા પર) સખત મહેનત કરી છે.
શેફાલી બિગ બોસ 13 ના તેના સહ સ્પર્ધક પારસના પોડકાસ્ટ પર આવી હતી. તે પારસના ‘આબરા કા ડાબરા’ શોમાં જોવા મળી હતી. તેઓએ એક ઘટનાની ચર્ચા કરી હતી જ્યાં શેફાલી તેના પતિ પરાગ ત્યાગી સાથે હતી. એ સમયે શેફાલીની કાનની બુટ્ટી જમીન પર પડી ગઇ હતી અને શેફાલી તે ઉઠાવવા જતી હતી. તે સમયે તેના પતિએ તેને જમીન પરથી બુટ્ટી ઉઠાવવાની ના પાડી હતી અને તેના બદલે પરાગે પોતે જમીન પરથી બુટ્ટી ઉઠાવીને તેને આપી હતી. આ ઘટનાનો ઉલ્લેખ કરતાં છાબરાએ કહ્યું હતું કે, “કેમેરામેન કા કેમેરા હોતા હૈ આપકે એ** પે (અને કેમેરામેન તમારી પીઠ પર ફોકસ કરી લેત).”
આ સાંભળીને શેફાલી જરીવાલાએ આનંદી અને અસામાન્ય પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે “મને વાંધો નથી; હું મારા a** પર સખત મહેનત કરું છું. તો થોડા સારા દેખાય એની સામે મને કોઇ વાંધો નથી. શેફાલીનો આવો જવાબ સાંભળીને પારસ પણ ક્લિન બોલ્ડ થઇ ગયો હતો.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગઇ અનન્યા પાંડે જ્યારે એણે કર્યું….

તાજેતરમાં, જાન્હવી કપૂર, મૃણાલ ઠાકુર, પલક તિવારી, ગાયિકા નેહા ભસીન અને અન્ય ઘણી સહિત ઘણી લોકપ્રિય અભિનેત્રીઓએ અયોગ્ય એંગલથી તેમની તસવીરો લેવા બદલ પાપારાઝીને ચેતવણી આપી હતી. જાહ્નવી કપૂરે પેપ્સને કડક ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, “આપ ના ગલત ગલત એન્ગલ માત લિયા કીજીયે પ્લીઝ. બિગ બોસ 17 વાઇલ્ડકાર્ડ સ્પર્ધક આયેશા ખાને પણ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી નોંધ લખી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે પેપ્સને મૂળભૂત રીતભાત શીખવાની જરૂર છે.