પતિ પરાગે શેફાલી જરીવાલાના અંતિમ સંસ્કાર કર્યા, અંતિમ ક્ષણોમાં શું બન્યું હતું? પોલીસે કહી આ વાત…

મુંબઈઃ બોલિવુડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું ગઈ કાલે અવસાન થયું હતું. ‘કાંટા ગલા’ ગીતથી શેફાલી જરીવાલા ખૂબ જ ખ્યાતી મળી હતી. પોતાના અભિનય અને નૃત્ય કૌશલ્યથી 2000 ના દાયકાની સૌથી પ્રિય આઇકોનમાંની એક બનેલી અભિનેત્રી અને મોડેલનું શુક્રવારે 42 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું. જેને લઈને બોલિવુડમાં અત્યારે ભારે શોકનો માહોલ છવાયેલો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શેફાલીને મોડી રાત્રે તેનો પતિ પરાગ ત્યાગી હોસ્પિટલ લઈ ગયો હતો.
પરાગ ત્યાગીએ શેફાલી જરીવાલા માટે પ્રાર્થના કરવા અપીલ કરી
શેફાલીને મોડી રાત્રે સારવાર માટે બેલેવ્યુ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં ડૉક્ટરોએ શેફાલીને મૃત જાહેર કરી હતી. પાપારાઝીએ તેના પતિ પરાગને હોસ્પિટલની બહાર નીકળતા જોયો, જે સ્પષ્ટપણે અસ્વસ્થ હતો. સ્મશાનગૃહની બહાર એક હૃદયદ્રાવક ક્ષણ હતી. આ દરમિયાન પરાગ ત્યાગીએ મીડિયા અને પાપારાઝીને પરિસ્થિતિની ગંભીરતાને માન આપવા અને તેમની પરી, શેફાલી જરીવાલા માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે.
શેફાલીને કથિત રીતે 1 ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું
આ કેસની વિગત આપતા પોલીસે જણાવ્યું કે, શુક્રવારે બપોરે શેફાલી જરીવાલાને કથિત રીતે એક ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે તે વૃદ્ધત્વ વિરોધી દવા છે જેનો ઉપયોગ તે છેલ્લા કેટલાક વર્ષોથી નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરી રહી હતી. રાત્રે, તેણીએ તેની સામાન્ય દવા લીધી. આ પછી, તેનું બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી ગયું અને તે ધ્રુજવા લાગી, જેના કારણે તેના પરિવારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડી હતી’ જો કે, આ કેસમાં હજી પોલીસ વધારે તપાસ કરી રહી છે.
શેફાલી જરીવાલા ઘણી રિયાલિટી શોમાં દેખાઈ હતી
શેફાલી જરીવાલાના કરિયરની વાત કરવામાં આવે તો, ‘કાંટા લગા’ પછી શેફાલી જરીવાલાએ બોલિવૂડમાં મોટી કારકિર્દી બનાવી ન હતી, તેમ છતાં તેણીએ ઘણા મ્યુઝિક આલ્બમ અને ‘મુઝસે શાદી કરોગી’ અને ‘હુડુગારુ’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અભિનેત્રીએ નાના પડદા પર પણ પોતાનું નામ બનાવ્યું હતું, ઘણી રિયાલિટી શોમાં દેખાઈ હતી, જેમાં ‘નચ બલિયે’, ‘બૂગી વૂગી’ અને સલમાન ખાન દ્વારા હોસ્ટ કરાયેલ ‘બિગ બોસ 13’ની બે સીઝનનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…શેફાલી જરીવાલાના અંતિમસંસ્કારમાં પરિવારજનો થયા ભાવુક, બિગ બોસના કલાકારોએ પણ આપી શ્રદ્ધાંજલિ…