મનોરંજન

Sheena Bora Case: ‘ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી’ રિલીઝનો માર્ગ મોકળો, કોર્ટે સીબીઆઈની અરજી ફગાવી

મુંબઈઃ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ થનાર ડોક્યુમેન્ટ સિરિઝ ‘ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ ધ બરીડ ટ્રુથ’ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ અરજીને જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે ગુરુવારે ફગાવી દેતા કહ્યું હતું કે દસ્તાવેજ-શ્રેણીમાં કાર્યવાહી અથવા ટ્રાયલ સામે તેમને કંઈ વાંધાજનક જણાયું નથી.

સીબીઆઈએ કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી હતી. આ ચુકાદાથી હવે, શ્રેણીના પ્રસારણનો માર્ગ મોકળો થયો છે. આ ડોક્યુમેન્ટ સીરિઝ ૨૫ વર્ષીય શીના બોરાની કથિત હત્યા (Sheena Bora Murder Case) પર કેન્દ્રિત છે અને ૨૩ ફેબ્રુઆરીએ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તેનું પ્રીમિયર થવાનું હતું.

બેન્ચે ગયા અઠવાડિયે નેટફ્લિક્સને આદેશ આપ્યો હતો કે સીબીઆઈ અધિકારીઓ અને સંબંધિત વકીલો માટે શ્રેણીનું વિશેષ સ્ક્રીનીંગ આયોજિત કરે અને ત્યાં સુધી તેનું પ્રસારણ ન કરવામાં આવે. ગુરુવારે એડિશનલ સોલિસિટર જનરલ દેવાંગ વ્યાસ, સીબીઆઈ તરફથી હાજર થયા હતા.

જોકે, હાઈ કોર્ટે નોંધ્યું હતું કે તેણે પણ આ શ્રેણી જોઈ હતી અને હકીકતમાં વિચાર્યું હતું કે સીબીઆઈ આ શ્રેણી વિરુદ્ધ તેની માંગણી પર ભાર નહીં આપે. સિરીઝમાં એવું કંઈ નથી જે કાર્યવાહી અથવા ટ્રાયલની વિરુદ્ધ જાય. અમે તેને દરેક રીતે જોવાનો પ્રયાસ કર્યો, પરંતુ પ્રામાણિકપણે અમને કંઈ મળ્યું નહીં, બેન્ચે તેમાં ઉમેર્યું હતું કે સિરીઝના નિર્માતાઓ દ્વારા જેનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હોય તેવા એક પણ સાક્ષીએ પ્રોસિક્યુશન સામે એક પણ શબ્દ બોલ્યો નથી.

હાઈ કોર્ટે કહ્યું હતું કે એક પણ સાક્ષીએ કંઈ કહ્યું નથી. અમને વધુ ન કહીએ કારણ કે શ્રેણી હજી રિલીઝ થવાની છે. અમને કહો કે કયા સાક્ષીએ ફરિયાદની વિરુદ્ધ વાત કરી છે? વાસ્તવમાં તે કાર્યવાહીની તરફેણમાં છે. હાઈ કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે મીડિયા ટ્રાયલ અને ચાલી રહેલા કેસોની ચર્ચાઓ કંઈ નવી વાત નથી અને તેના પર કોઈ સેન્સરિંગ થઈ શકે નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…