Shatrughan Sinhaએ ઓન કેમેરા જમાઈ Zaheer Iqbal સામે કહી એવી વાત કે…

બોલીવૂડના શોટગન શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) હાલમાં ભલે ફિલ્મોથી દૂર છે, પરંતુ હાલમાં જ તેઓ કપિલ શર્માના ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા. માત્ર શત્રુઘ્ન જ નહીં આખો સિન્હા પરિવાર આ શો પર આવ્યો છે. એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા પણ પતિ ઝહિર ઈકબાલ સાથે આ શો પર આવી છે. સોનાક્ષીના લગ્ન બાદ પહેલી જ વખત આ શો પર આખો પરિવાર સાથે જોવા મળ્યો છે. દરમિયાન શત્રુઘ્નએ જમાઈ ઝહિર માટે કંઈક એવી વાત કહી હતી કે જે સાંભળીને ઝહિર ચોંકી ઉઠ્યો હતો. આવો જોઈએ શું કહ્યું શત્રુઘ્નએ-
સોશિયલ મીડિયા પર શોનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું કે અને આ શો પર સિન્હા પરિવાર મસ્તી કરતો અને ઈમોશનલ થતો જોવા મળી રહ્યો છે. આ જોઈને જ એક વાતનો અંદાજો તો લગાવી શકાય એમ છે કે આ વીકએન્ડનો એપિસોડ એકદમ ધમાલ થવાનો છે. ટીઝરમાં જોવા મળી રહ્યું છે કે સોનાક્ષી કપિલને પોતાના પતિ ઝહિર સાથે મળાવે છે અને કહે છે કે જો તમને લગ્ન કરવા છે તો કપિલના શો પર આવીને તમે એને ભૈયા કહી શકો છો.
આ પણ વાંચો : સોનાક્ષી સિન્હા લગ્ન બાદ આ હોરર-કોમેડી ફિલ્મમાં લોકોને ડરાવશે…
શત્રુઘ્ન પણ આ શો પર ખૂબ જ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. તેમણે એક મજેદાર કિસ્સો પણ સંભળાવ્યો હતો અને આ કિસ્સો સાંભળીને ઝહિર ઈકબાલના હોંશ ઉડી ગયા હતા. શત્રુઘ્નએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્રએ મને એક જણાવ્યું કે જો ભાઈ તું ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે, અનેક છોકરીઓ તને ચાહે છે પણ હંમેશા એક વખતમાં વન વુમન મેન બનીને રહેજે.
સસરાની આ વાત સાંભળીને ઝહિર ચોંકી ઉઠ્યો હતો અને કહ્યું હતું કે મને લાગ્યું હતું કે આ એક ફેમિલી શો છે, આ શું થઈ રહ્યું છે. વીડિયો જોઈને એક વાત ચોક્કસ કહી શકાય કે આ એપિસોડ એકદમ ધમાલ એપિસોડ હશે. ઝહિર અને સોનાક્ષીએ આ જ વર્ષે જૂન મહિનામાં લગ્ન કર્યા હતા અને આ લગ્નમાં નજીકના લોકોએ જ હાજરી આપી હતી.