મનોરંજન

‘રામાયણ’માં મુસ્લિમ જમાઈની એન્ટ્રી, રામ, લક્ષ્મણ, ભરત ક્યાં છે?

બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 23 જૂન 2024ના રોજ કોર્ટ મેરેજ કરી લીધા છે. ઘણા સમયથી તેમના લગ્ર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા હતા. એવા અહેવાલો પણ આવ્યા હતા કે સોનાક્ષીનો પરિવાર આ લગ્ન માટે તૈયાર નહોતો કારણ કે ઝહીર મુસ્લીમ છે. જોકે, શત્રુઘ્ન સિંહા જમાઇ ઝહીરને ગળે લગાવતા અને જમાઇરાજા સસરાજીના ચરણ સ્પર્શ કરતા હોવાના ફોટા વાયરલ થતા આવી અફવાઓ પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું હતું, પણ હજુ પણ એવા ઘણા પ્રશ્નો છે જેના જવાબ હજુ મળ્યા નથી. એવા સમયે ચાલો આપણે બોલીવુડના ‘શોટગન’ પરિવાર વિશે કેટલીક ખાસ વાતો જાણીએ, જે એકદમ અલગ અને અનોખી છે.

શત્રુઘ્ન સિંહા બિહારના એક ઉચ્ચ પરિવારમાંથી આવે છે. તેમના પિતાનું નામ ભુવનેશ્વરી પ્રસાદ સિંહા અને માતાનું નામ શ્યામા દેવી સિંહા હતું. ભુવનેશ્વરી પ્રસાદ સિન્હા વ્યવસાયે ડૉક્ટર હતા અને તેમણે અમેરિકામાં મેડિસિનનો અભ્યાસ કર્યો હતો. શિક્ષણ પૂરું કર્યા બાદ તેઓ ભારત પરત ફર્યા અને પટણામાં પ્રેક્ટિસ ચાલુ કરી. લગ્નના લાંબા સમય સુધી તેમને સંતાન નહીં થયા. તેમને ભગવાન રામમાં વિશેષ શ્રદ્ધા હતી. તે સમયે પટણામાં એવી માનતા હતી કે જે કોઈ બનારસની ‘રામ રામાપતિ બેંક’માંથી લોન લે છે, તેના ઘરનું આંગણું સંતાનથી ભરાઇ જાય છે. ડૂબતાને તરણાનો સહારો એ ન્યાયે ભુવનેશ્વરી પ્રસાદે પણ ‘રામ રામાપતિ બેંક’માંથી ચાર વખત લોન લીધી અને તેમના ઘરે ચાર પુત્ર થયા. ચારે પુત્રના નામ તેમણે ભગવાન રામ અને તેના ભાઇઓ પર રાખ્યા.

આમ શત્રુધ્ન સિંહા ચાર ભાઇઓ છે, જેમાં તેઓ સૌથી નાના છે. તેમના ભાઇના નામ અનુક્રમે રામ, લખન, ભરત છે. શત્રુઘ્ન પોતે પોતાની બાયોગ્રાફી ‘એનીથિંગ બટ ખામોશ’માં આ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. મોટો ભાઈ રામ સિન્હા વૈજ્ઞાનિક છે અને અમેરિકામાં રહે છે, જ્યારે બીજો ભાઈ લખન વ્યવસાયે એન્જિનિયર છે અને મુંબઈમાં રહે છે, જ્યારે ત્રીજો ભાઈ ડૉક્ટર છે અને લંડનમાં સ્થાયી થયો છે. તેમના પરિવારમાંથી કોઇ અભિનય કે રાજનીતિમાં નથી, પણ શત્રુધ્ન સિંહાએ બોલિવુડમાં નામ, દામ કમાવ્યા છે. તેઓ રાજકારણમાં પણ છે. પહેલા તેઓ ભાજપમાં હતા, હાલમાં તેઓ મમતા દીદીની ટીએમસીમાં છે અને આસનસોલથી સાંસદ છે.

શત્રુઘ્ન સિંહાના આઠ માળના ઘરનું નામ રામાયણ છે. તેમનો આખો પરિવાર શ્રી રામમાં માને છે. તેમના પુત્રના નામ પણ લવ-કુશ છે. પહેલા એવી અફવા હતી કે મુસ્લિમ જમાઇથી તેઓ ખુશ નથી, પણ જ્યારે શત્રુઘ્ને કહી દીધું કે, મારે તો એક જ પુત્રી છે…. ત્યારે બધા દંગ રહી ગયા હતા અને અફવાઓનો અંક આવી ગયો હતો

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button