શત્રુઘ્ન સિન્હાના લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો પૂનમ સિન્હાએ, કહ્યું તારું મોઢું જોયું, ગલીના ગુંડા જેવો લાગે છે…

80-90ના દાયકામાં બોલીવૂડ પર રાજ કરનારા અભિનેતાઓમાં શત્રુઘ્ન સિન્હાનું નામ પણ ટોપ પર હતું. પોતાની દમદાર ફિલ્મો અને એક્ટિંગ માટે જાણીતા શત્રુઘ્ન સિન્હા પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહ્યા છે. રીના રોય અને શત્રુઘ્ન સિન્હાનું અફેયર તો કોઈથી છૂપું નહોતું. જોકે, તેમનું આ અફેયર લગ્ન બાદનું હતું, અને બંને જણ લગ્ન પણ કરવા માંગતા હતા, પણ એક્ટર પોતાની ફેમિલીને ના છોડી શક્યા. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાની લવ સ્ટોરી પણ ઈન્ટરેસ્ટિંગ છે. જ્યારે શત્રુઘ્ન સિન્હાએ પૂનમને પ્રપોઝ કર્યું તો પૂનમે તેમનું પ્રપોઝલ રિજેક્ટ કર્યું હતું, ચાલો તમને આ અનોખા કિસ્સા વિશે જણાવીએ-
શત્રુઘ્ન સિન્હાએ ખુદ એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ સમયે પોતાના આલિશાન ઘર રામાયણથી લઈને પૂનમ સિન્હા સુધીના રિલેશનશિપને લઈને પણ ચર્ચા કરી હતી. આ સિવાય તેમણે આ ઈન્ટરવ્યુમાં ફિલ્મ સાથે સંકળાયેલા કેટલાક કિસ્સા પણ શેર કર્યા હતા. આ સમયે તેમની સાથે એક્ટર પરેશ રાવલ પણ સાથે હતા.

શત્રુઘ્ન સિન્હાએ આ જ ઈન્ટરવ્યુમાં પૂનમના ઘરે પહેલી વખત લગ્નના માંગુ મોકલાવ્યું એ સમયનો કિસ્સો પણ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સપના તો ખૂબ જ હતા. જ્યારે મુંબઈ આવ્યો ત્યારે વિચાર્યું હતું કે કઈ રીતે એક્ટર બનીશ? ચહેરો પણ ખાસ નહોતો. લોકો કહેતા હતા કે આનું કંઈ કરી લો. હું પ્લાસ્ટિક સર્જરી માટે પણ ગયો હતો, પણ દેવાનંદજીએ મને ના પાડી દીધી. તેમણે મને કહ્યું કે આવું ક્યારેય ના કરીશ. અહીં તમારો માઈનસ પોઈન્ટ ક્યારે પ્લસ પોઈન્ટ બની જાય કંઈ કહેવાય નહીં.
લગ્ન કરીને સેટલ થવા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એક મધ્યમવર્ગીય પરિવારની છોકરી હતી. હું જ્યાં બસથી જતો હતો ત્યાં સ્ટેન્ડ પર એક છોકરી આવતી હતી, જેને જોઈને મને લાગતું હતું કે તે મને પસંદ કરે છે. એવું મને લાગતું હતું. તેની પાસે એક ફીયર્ડ ગાડી હતી. હું વિચારતો હતો કે એની પાસે બે બેડરૂમનો ફ્લેટ છે. જો આની સાથે લગ્ન થઈ જાય તો જિંદગી સેટલ થઈ જાય. સ્ટ્રગલ નહીં કરવું પડે. હું અહીંયા જ રહીશ.

વાતનો દોર આગળ વધારતા તેમણે જણાવ્યું હતું કે દહેજ માટે તો મને લાયક સમજવામાં જ નહીં આવ્યો. મારા લગ્ન ખૂબ જ મુશ્કેલીથી થયા. અનેક વર્ષો રાહ જોવડાવ્યા બાદ રપૂનવન અને તેના પરિવારના સભ્યોએ હામી ભરી હતી. પહેલી વખત જ્યારે પૂનમને લગ્નનો પ્રસ્તાવ મોકલાવ્યો તો સાસુમાએ પહેલી વખતમાં તો કહ્યું કે મોઢું જોયું છે તારા ભાઈનું? ગલીના ગુંડા જેવો લાગે છે તારો ભાઈ, કાલિયો… મારી દીકરીને જુઓ, કેવી ગોરી ગોરી છે. મિસ ઈન્ડિયા છે મારી દીકરી પૂનમ ચંદ્રામણિ. બંનેને સાથે ઊભા રાખીને કલર ફોટોગ્રાફ પણ ક્લિક કરીશું ને તો બ્લેક એન્ડ વ્હાઈટની ઈફેક્ટ જ આવશે. આખરે જેમ તેમ મામલો જેમ તેમ થાળે પડ્યો અને અમારા લગ્ન થયા.

અત્રે ઉલ્લેખનીય છે કે 9મી જુલાઈ 1980ના શત્રુઘ્ન સિન્હા અને પૂનમ લગ્ન થયા અને કપલને ત્રણ સંતાન છે. જેમના નામ સોનાક્ષી સિન્હા, લવ સિન્હા અને કુશ સિન્હા છે.
આ પણ વાંચો…હેં…શત્રુધ્ન સિન્હાએ દીકરીને સંપત્તિમાં કોઈ હક નથી આપ્યો?