શશી થરૂર થયા આર્યન ખાનની સિરીઝના ફેન! શાહરૂખને આપ્યો સ્પેશિયલ મેસેજ | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

શશી થરૂર થયા આર્યન ખાનની સિરીઝના ફેન! શાહરૂખને આપ્યો સ્પેશિયલ મેસેજ

મુંબઈ: બોલીવૂડના સુપર સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાને ડાયરેક્ટ કરેલીએ નેટફ્લિક્સ સીરીઝ ‘બેડ્સ ઓફ બોલીવૂડ’ ખુબ ચર્ચામાં રહી છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમના ખાલી સમયમાં આ સિરીઝ જોઈ છે, તેમને આ સિરીઝ ખુબ પસંદ પડી છે. થરૂર આર્યન ખાનના ફેન થઇ ગયા છે, તેમણે શાહરૂખ ખાનને એક મેસેજ આપ્યો છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને શશી થરૂરે જણાવ્યું તબિયત ખરાબ હોવાથી તેમણે આ અઠવાડિયે આરામ કર્યો હતો, આ દરમિયાન તેમની બહેન સ્મિતા થરૂરની સલાહ માનીને તેમણે લોકપ્રિય “બેડ્સ ઓફ બોલીવૂડ” સિરીઝ જોઈએ, આ સિરીઝ જોઈને તેઓ આર્યન ખાનના દિગ્દર્શનના ફેન થઇ ગયા.

થરૂરની X પોસ્ટ:

X પર એક પોસ્ટ કરીને થરૂરે લખ્યું, “મેં અત્યાર સુધી જોયેલી સૌથી સારી વસ્તુ, લેખન શાર્પ છે, ડાયરેક્શન ફિયરલેસ છે, અને આવા વ્યંગની બોલીવુડને જરૂર હતી. આ સિરીઝ શાનદાર, રમુજી, ભાવનાત્મક છે, ગ્લેમરની પાછળની દુનિયાની પ્રસ્તુતિ છે. આ સિરીઝ દર્શકોને અભિનય અને પડદાના પાછળના ઇનસાઇડ જોક સુધી લઇ જાય છે. આર્યન ખાન તમને સલામ, તમે એક માસ્ટરપીસ બનાવ્યું છે.”

થરૂરે પોસ્ટની અંતે આર્યન ખાન પિતા શાહરૂખ ખાન માટે એક સ્પેશીયલ મેસેજ, “એક પિતા તરીકે બીજા પિતાને કહીશ કે શાહરૂખ તમને ખૂબ ગર્વ હોવો જોઈએ!”.

‘બેડ્સ ઓફ બોલીવૂડ’ સિરીઝ આર્યન ખાનના પિતા શાહરૂખ ખાન અને માતા ગૌરી ખાનની કંપની રેડ ચિલીઝ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. નેટફ્લિક્સ પરની આ સિરીઝ દર્શકોને ખુબ પસંદ પડી રહી છે. સિરીઝમાં લક્ષ્ય, સહેર બમ્બા, બોબી દેઓલ, રાઘવ જુયલ, આન્યા સિંહ, મનીષ ચૌધરી, મોના સિંહ, વિજયંત કોહલી, મનોજ પાહવા, ગૌતમી કપૂર અને રજત બેદી જેવા કલાકારોએ અભિનય કર્યો છે.

આ પણ વાંચો…સમીર વાનખેડેએ આર્યન ખાન અને શાહરૂખ ખાન સામે માનહાનીનો દાવો માંડ્યો: જાણો શું છે મામલો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button