શર્મિલા ટાગોરે કલાકારોની વધતી ફી અને વૈભવી ખર્ચા અંગે કરી વાત, જાણો શું કહ્યું?
શર્મિલા ટાગોર બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે એક ઉત્તમ અદાકારા છે. પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરની સુંદરતા અને અભિનયના આજે પણ લાખો દિવાના છે. આ દિગ્ગજ અભિનેત્રીએ રાજેશ ખન્ના, શમ્મી કપૂર, ધર્મેન્દ્ર અને બીજા ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે.
શર્મિલા ટાગોરના સમયમાં ઈન્ડસ્ટ્રીમાં બહુ સુવિધાઓ નહોતી. તેમના સમયમાં કલાકારો આજના જમાનાની જેમ શૂટ દરમિયાન મોટી વેનિટી વેનમાં મુસાફરી નહોતા કરતા. એ વખતે પણ કલાકારોએ તેમના કપડાં બદલવા માટે તેમની કારમાં જવું પડતું હતું.
તાજેતરમાં શર્મિલા ટાગોરે એક ઈન્ટરવ્યૂમાં એક્ટર્સની વધતી ફી અને વેનિટી વેનના વધતા ચલણ વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું છે કે આજના સમયમાં ઊંચી ફી અને મોટી વેનિટી વેન લેવાના ચક્કરમાં કલાકારો પોતાની કલા અને અભિનય પર ધ્યાન આપી શકતા નથી.
આપણ વાંચો: Election Day: બોલીવુડના જૈફ વયના કલાકારોએ મતદાન કરીને લોકો માટે બન્યા પ્રેરણાસ્ત્રોત
‘હું ખૂબ જ ચિંતિત છું કે આજના સમયમાં કલાકારો ન માત્ર કામ કરવા માટે વધુ ફી વસૂલે છે, પરંતુ કેટલાક તેમની સાથે રસોઈયા, માલિશ કરનાર અને આખી ટીમ પણ લઈને જાય છે. હું એક એડ ફિલ્મ કરી રહી હતી ત્યારે મારો મેક-અપ કરનાર વ્યક્તિએ મને કહ્યું હતું કે આજકાલ કલાકારો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે કે કોની વેનિટી મોટી છે અને કોની નાની છે.’
તેમણે કહ્યું હતું કે પહેલા વેનિટી વેન કલાકારોની પ્રાયવસી માટે રહેતી. પરંતુ આજે તે એક એવી સ્પર્ધાનો ભાગ બની ગઈ છે જેના કારણે કલાકારો તેમની વાસ્તવિકતા ભૂલી ગયા છે. હવે તેમની પાસે મીટિંગ રૂમ, રેસ્ટ રુમ અને ઘણું બધું છે. આ બધું કલાકારોને તેમના વાસ્તવિક અભિનયથી દૂર કરી રહ્યું છે.
આપણ વાંચો: Gangster લોરેન્સ બિશ્નોઈ પહેલા મુંબઈ-બોલીવુડ પર કોનું હતું રાજ, કોની હતી ધાક?
શર્મિલા ટાગોરે તેમના સમયની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કલાત્મકતા અદ્ભુત હતી, જેના કારણે આજે પણ લોકો તેમના કામને યાદ કરે છે. ઘણા વર્ષો સુધી કામ કર્યા બાદ તેમણે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો.
હાલમાં તેઓ અભિનેતા મનોજ બાજપેયી સાથે ફિલ્મ ‘ગુલમોહર’માં જોવા મળ્યા હતા, જે ઓટીટી પર રિલીઝ થઈ હતી. લોકોએ આ ફિલ્મ ખૂબ પસંદ કરી હતી અને તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.