મનોરંજન

અભિનેત્રી શાંતિ પ્રિયાનો નવો બોલ્ડ લુક, છે ને બ્યુટીફૂલ?

હિન્દી, તમિલ અને તેલુગુ સિનેમામાં પોતાના અભિનયથી અલગ મુકામ બનાવનાર જાણીતી અભિનેત્રી શાંતિ પ્રિયાએ એક નવો બોલ્ડ લુક રજૂ કર્યો છે જે ચર્ચા જગાવી છે. અભિનેત્રીએ તાજેતરમાં જ પોતાના ચાહકોને વાળ ઉતારીને મુંડનવાળો લુક બતાવીને આશ્ચર્યચકિત કર્યા છે, જે સુંદરતા અંગે નવો અદાજ રજૂ કર્યો છે. ખાસ કરીને એક એવા ઉદ્યોગમાં જ્યાં વ્યક્તિની ઇમેજ ઘણીવાર કેન્દ્ર સ્થાને રહે છે, શાંતિનું પરિવર્તન ફક્ત શૈલી વિશે નથી, તે એક શક્તિશાળી વ્યક્તિગત નિવેદન છે.

Shanti Priya

શાંતિ પ્રિયાએ આજે ઇન્સ્ટાગ્રામ પર પોતાના બોલ્ડ લૂકને દર્શાવતી ઘણી તસવીરો શેર કરી. ફોટામાં તેણે ઓવર સાઈઝ બ્રાઉન બ્લેઝર પહેર્યું છે, પરંતુ તે ફક્ત ફેશન પસંદગી નહોતી, તે તેના હૃદયનો ટુકડો હતો. કેપ્શનમાં, તેણે ખુલાસો કર્યો કે આ બ્લેઝર તેના સ્વર્ગસ્થ પતિનું છે.

શાંતિએ લખ્યું, “મેં મુંડન કરાવ્યું છે અને મારો અનુભવ કંઈક વિશેષ રહ્યો છે. મહિલા તરીકે આપણે ઘણીવાર જીવનમાં મર્યાદાઓ નક્કી કરીએ છીએ, નિયમોનું પાલન કરીએ છીએ અને પોતાને પાંજરામાં પણ રાખીએ છીએ. આ પરિવર્તન સાથે મેં મારી જાતને મુક્ત કરી છે, મર્યાદાઓથી મુક્ત અને દુનિયાએ આપણા પર જે સુંદરતાના ધોરણો નક્કી કર્યા છે તેને તોડવાનો ઇરાદો રાખ્યો છે અને હું તે મારા હૃદયમાં ખૂબ હિંમત અને વિશ્વાસ સાથે કરું છું.

55 વર્ષીય અભિનેત્રીએ કહ્યું હતું કે આજે, હું મારા સ્વર્ગસ્થ પતિને પણ યાદ કરું છું, તેમના બ્લેઝરમાં જે હજુ પણ તેમની હૂંફ ધરાવે છે. બધી મહિલાઓને હું શક્તિ અને પ્રેમ મોકલી રહી છું.” તેણે ફોટા શેર કર્યાની મિનિટોમાં જ ચાહકો અને ઘણી સેલિબ્રિટીઓએ તેના લુકની પ્રશંસા કરી અને કોમેન્ટ વિભાગને હૃદયના ઇમોટિકોન્સથી ભરી દીધો.

એક મુલાકાતમાં, શાંતિએ ખુલાસો કર્યો કે શું તેને તેના બોલ્ડ પગલાના પરિણામોથી ડર હતો, કેમકે ઇન્ડસ્ટ્રીમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાયિકાઓ ગ્લેમરસ, દોષરહિત, લાંબા, લહેરાતા વાળ સાથે દેખાય. પણ પછી મેં મારી જાતને પૂછ્યું, ‘શું હું ડરને મારી પસંદગીઓ પર હાવિ થવા દઈશ?’ મુંડન કરાવવું એ કહેવાની મારી રીત હતી કે હું અહીં કોઈ ઘાટમાં ફિટ થવા માટે નથી આવી; હું અહીં મારી પોતાની શરતો પર તેને તોડવા માંગુ છું, પણ આ કોઈ બળવો નથી, એમ તેણે ઉમેર્યું હતું.

દરમિયાન, કામના મોરચે, અભિનેત્રી છેલ્લે તમિલ ફિલ્મ બેડ ગર્લમાં જોવા મળી હતી. તેણે હજુ સુધી તેના આગામી પ્રોજેક્ટ્સની જાહેરાત કરી નથી. 1990ના દાયકામાં, તેણે ‘ઇક્કે પે ઇક્કા’, ‘મહેરબાન’, ‘વીરતા’, ‘ફૂલ ઔર અંગાર’, ‘અંધા ઇંતકામ’, ‘મેરે સજના સાથ નિભાના’ અને ‘સૌગંધ’ જેવી બોલીવુડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

આપણ વાંચો : હવે મલાઈકા અરોરા કોની સાથે જોવા મળી, જોઈ લો વાઈરલ તસવીરો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button