ડાન્સિંગ સ્ટાર શમ્મી કપૂરની ડિજિટલ દુનિયાના 'બેતાજ બાદશાહ' હતા, જાણો કઈ રીતે?
મનોરંજન

ડાન્સિંગ સ્ટાર શમ્મી કપૂરની ડિજિટલ દુનિયાના ‘બેતાજ બાદશાહ’ હતા, જાણો કઈ રીતે?

મુંબઈઃ જો કોઈ તમને એમ કહે કે ભારતમાં ઇન્ટરનેટના ઉદય પાછળના સાચા OGs કોઈ ટેક નિષ્ણાત નહીં, પરંતુ બોલીવુડનો ડાન્સિંગ સ્ટારનું યોગદાન હતું, તો આ વાત તમે કદાચ માનશો નહીં. પણ એ બિલકુલ સાચું છે. 90ના દાયકામાં જ્યારે ભારતમાં ઇન્ટરનેટ હજુ નવી વાત હતી, ત્યારે 70 વર્ષીય ફિલ્મ સુપરસ્ટારે આ ટેકનોલોજી અપનાવી અને દેશભરમાં આ વાત ફેલાવી. આ સુપરસ્ટાર બીજું કોઈ નહીં પણ શમ્મી કપૂર હતા, જે કપૂર પરિવારના જાણીતા સભ્ય અને તેમના સમયના ‘હાર્ટ થ્રોબ’ હતા.

વર્ષ હતું ૧૯૯૪નું. ભારતમાં ઇન્ટરનેટ વિશે બહુ જાગૃતિ નહોતી. લોકો સમજી શકતા નહોતા કે તે શું છે? તે સમયે, શમ્મી કપૂરે માત્ર ઇન્ટરનેટ અપનાવ્યું જ નહીં, પણ તેને આગળ વધારવાનું પણ નક્કી કર્યું. તે સમયે તેમણે એપલ મેકિન્ટોશ ડેસ્કટોપ ખરીદ્યું અને આંતરરાષ્ટ્રીય ડાયલ-અપ લાઇન દ્વારા ઇન્ટરનેટ સાથે જોડાનારા પ્રથમ ભારતીયોમાંના એક બન્યા. તે સમયે ઇન્ટરનેટની ઍક્સેસ સરળ કે સસ્તી નહોતી, પરંતુ શમ્મી કપૂરના વિઝને તેમને આ નવી ટેકનોલોજી તરફ આકર્ષ્યા.

શમ્મી કપૂર આટલેથી જ અટક્યા નહીં. તેમણે દેશભરના ઇન્ટરનેટ વપરાશકર્તાઓને જોડવા માટે ઇન્ટરનેટ યુઝર્સ કમ્યુનિટી ઓફ ઇન્ડિયા (IUCI) ની સ્થાપના કરી અને તેના ચેરમેન બન્યા. તે સમયે, આ સંસ્થા ઇન્ટરનેટ જગત સાથે સંકળાયેલા લોકો માટે જ્ઞાન અને સહયોગનું કેન્દ્ર બની ગઈ હતી. તેમનું માનવું હતું કે ભારતને ડિજિટલ રીતે આગળ વધારવા માટે લોકોને ઇન્ટરનેટ સાથે જોડવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ટેકનોલોજીમાં રસ ધરાવતા શમ્મી કપૂરે junglee.org.in નામની એક ખાસ વેબસાઇટ બનાવી. આ વેબસાઇટમાં તેમના સમગ્ર પરિવાર વિશે માહિતી છે – કોણ શું કરે છે, કોને શું રસ છે, અને પરિવારના ફોટા પણ. આ વેબસાઇટ આજે પણ સક્રિય છે અને તે પોતે જ બોલીવુડના ઇતિહાસ અને ડિજિટલ પ્રયોગનું એક ઉદાહરણ છે.

શમ્મી કપૂર ફક્ત ઇન્ટરનેટનો ઉપયોગ કરવા અંગે જ નહીં, પરંતુ તેની સુરક્ષા અને સમજણ અંગે પણ ગંભીર હતા. તેમણે એથિકલ હેકર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા નામની એક સંસ્થાની રચના કરી જે હજુ પણ ડિજિટલ સુરક્ષા અને એથિકલ હેકિંગના ક્ષેત્રમાં સક્રિય છે. શમ્મી કપૂરને શરૂઆતથી જ ખ્યાલ આવી ગયો હતો કે ભવિષ્યમાં ઇન્ટરનેટ દરેકના જીવનનો એક ભાગ બનશે. જ્યારે તેમના સાથીઓ ટેકનોલોજીથી દૂર રહેતા હતા, ત્યારે તેમણે તેને અપનાવ્યું અને યુવાનોને તેને અપનાવવા પ્રેરણા આપી.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર: ઉછળતો – નાચતો- કૂદતો એકમાત્ર ‘યા…હૂ’ કલાકાર શમ્મી કપૂર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button