શમા સિકંદરના કિલર લૂકે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

મુંબઈઃ બોલીવુડની જાણીતી અને બોલ્ડ અભિનેત્રી અંગે શમા સિકંદરનું નામ હોટ ફેવરિટ છે, જેમાં શમા સવાર હોય કે સાંજ પણ તેના બોલ્ડ અવતારને લઈને ચર્ચામાં રહે છે. તેના બોલ્ડ લૂકની સોશિયલ મીડિયા પર હંમેશાં ચર્ચા થાય છે, જ્યારે વાઈરલ પણ થાય છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શમા સિકંદરની લેટેસ્ટ તસવીર વાઈરલ થઈ રહી છે, જેમાં મોનોકિનીમાં એક્ટ્રેસ એટલી બોલ્ડ લાગે છે કે તેની લોકો જોરદાર પ્રશંસા કરવા સાથે ટ્રોલ કરીને ટીકા પણ કરે છે.

તાજેતરમાં શમા સિકંદરે ટાઈગર પ્રિન્ટની મોનોકિની પહેરીને બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેનું કેપ્શનમાં લખ્યું હતું સોકિંગ અપ ધ સન એન્ડ સર્ટેડે વાઈબ્સ.

બે ત્રણ દિવસથી વાઈરલ થયેલી તસવીરો પર સેંકડો લોકોએ કમેન્ટ કરી હતી. શમાની તસવીરો ઈન્સ્ટાગ્રામ સિવાય એક્સ પ્લેટફોર્મ પર વાઈરલ થઈ હતી.

42 વર્ષની શમા સિકંદર આ ઉંમરે પણ હજુ બોલ્ડ લાગે છે, જ્યારે તેના ચાહકોની સંખ્યા પણ મોટી છે. વેકેશનમાં મોજ કરી રહેલી શમાના અવતારને અમુક લોકોએ તેની હોટ્ટી કહીને નવાજી હતી. બીજા એક યૂઝરે કહ્યું હતું કે બોલ્ડ એન્ડ સેક્સી.

1999માં રિલીઝ થયેલી મન ફિલ્મમાં આમિર ખાન સાથે સાઈડ રોલમાં કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મમાં શમાની ભૂમિકા લોકોને પસંદ પડી હતી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શમાના ઈન્સ્ટાગ્રામ પર 3.2 મિલિયન જેટલા ફોલોઅર્સ છે.