ત્રણેય સંતાનોને લઈને Shah Rukh Khan ને સતાવી રહી છે આ સમસ્યા, પ્રોપર્ટી માટે…

ગઈકાલે જ શાહરૂખ ખાને પોતાનો 59 મો જન્મદિવસ ઉજવ્યો અને સેલિબ્રેશનમા ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે. દરમિયાન હવે સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાનનો એક ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં શાહરૂખે પોતાના ત્રણ બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. શાહરૂખ નથી ઈચ્છતો કે તેના ત્રણેય સંતાનો ઈબ્રાહિમ, સુહાના કે અબરામ વચ્ચે ઝઘડો થાય. એટલું જ નહીં પણ તેણે પ્રોપર્ટીની વહેંચણી અંગા પણ વાત કરી હતી. આવો જોઈએ શું છે આખો મામલો-
આ પણ વાંચો : Shah Rukh Khan એ શા માટે ગૌરી ખાનને કહ્યુ કે તુ પિયરમાં જ રહે…?
વાત જાણે એમ છે કે શાહરૂખ ખાનને મુંબઈમાં જ આયોજિત એક ઈવેન્ટમાં પૂછવામાં આવ્યું કે તે પોતાના ત્રણેય સંતાન સુહાના, આર્યન અને અબરામ વચ્ચે જો ઝઘડો થાય તો તે કોની સાઈડ લેશે? શાહરૂખે આ સવાલનો જવાબ પોતાના સેન્સ ઓફ હ્યુમરથી આપ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે આમ તો ત્રણેય વચ્ચે મેં ક્યારેય ઝઘડો થતાં જોયો નથી, જે જરા વિચિત્ર લાગે છે. હું વિચારી રહ્યો છું કે મારા ત્રણેય સંતાનો વચ્ચે આજ સુધી ઝઘડો થયો નથી અને થાય પણ નહીં. નહીં તો પ્રોપર્ટીની વહેંચણીમાં સમસ્યા થાય છે.

શાહરૂખ ખાનનો આ જવાબ સાંભળીને હાજર તમામ લોકો હસી પડે છે, પણ બાદમાં શાહરૂખે જણાવ્યું કે જો કોઈ દિવસ ત્રણેય વચ્ચે ઝઘડો થશે તો પણ હું સુહાનાની સાઈડ લઈશ. છોકરીઓ ખૂબ જ સુંદર હોય છે અને એ મને સ્વીટ લાગે છે. સ્ટ્રોન્ગ પણ હોય છે. આ જ કારણ છે કે હું સુહાનાની સાઈડ લઈશ, કારણ કે એ મજબૂત સાઈડ છે. હું સ્ટ્રેન્થ સાથે ઊભો રહીશ.
આ પણ વાંચો : Birth Day Special: શાહરુખ ખાનની આ ફિલ્મ ફ્લોપ હતી, ફિલ્મના કો-સ્ટાર પણ ગયો હતો જેલમાં
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફિલ્મ કિંગમાં જોવા મળશે, આ ફિલ્મ શાહરૂખ ખાન સાથે સુહાના ખાન પણ જોવા મળશે. શાહરૂખ અને સુહાનાની એક સાથે આ પહેલી જ ફિલ્મ હશે.