30 વર્ષે એક સાથે મોટા પડદે જોવા મળશે આ બે ખાન, ફેન્સ તો ખુશીથી ઉછળી પડશે…
જી હા, સાચું વાંચ્યું તમે. 30 વર્ષ બાદ શાહરુખ ખાન (Shahrukh Khan) અને સલમાન ખાન (Salman Khan) મોટા પડદાં પર સાથે જોવા મળશે, કારણ કે ફિલ્મ કરણ-અર્જુન રિ-રિલીઝ થવા જઈ રહી છે. સલમાન ખાને જેવો આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા એટલે તે આગની જેમ ફેલાઈ ગયા અને ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. એટલું જ નહીં પણ ભાઈજાને ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટીઝર પણ શેર કર્યું છે અને જણાવ્યું છે કે આખરે ફિલ્મ ક્યારે રિલીઝ થશે-
આ પણ વાંચો : Aishwarya કે Katrina નહીં પોતાની 12 વર્ષ નાની આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા હતા Salman Khan ને…
સલમાન ખાને સોશિયલ મીડિયા પર ફિલ્મનું ટીઝર શેર કરતાં લખ્યું હતું કે રાખીજીએ સાચું કહ્યું હતું ફિલ્મમાં કે મેરે કરણ અર્જુન આયેંગે… 22મી નવેમ્બરના ફિલ્મ ફરી વખત રિલીઝ થવા માટે તૈયાર છે. ફેન્સ પણ આ સમાચાર સાંભળીને એકદમ ખુશ થઈ ગયા હતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ્સ અને લાઈક કરીને પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સે ફિલ્મની રિલીઝ પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેઓ આ ફિલ્મ જોવા ફરી જશે.
રાકેશ રોશને આ ફિલ્મ બનાવી હતી અને રીતિક રોશને ફિલ્મમાં પિતાને આસિસ્ટ કર્યા હતા. રીતિકે પણ પોસ્ટ શેર કરીને કરણ અર્જુનની રી-રીલિઝની માહિતી શેર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં રાખી, સલમાન ખાન, શાહરુખ ખાન સિવાય મમતા કુલકર્ણી અને કાજોલ અને અમરીશ પૂરી પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : Romance king શાહરૂખ ખાનને પસંદ નથી લવ સ્ટોરીઝ
22 મી નવેમ્બરના આ ફિલ્મ ફરી દેશભરના થિયેટરમાં રિલીઝ થઈ રહી છે અને દર્શકો પણ આ ફિલ્મને ફરી એક વખત મોટા પડદા પર જોવા માટે આતુર છે. હવે જોવાની વાત એ છે શું આ વખતે પણ 30 વર્ષ પહેલાંની જેમ જ થિયેટર્સની બહાર હાઉસ ફૂલના પાટિયા લાગેલા જોવા મળે છે કે કેમ?