નેશનલ એવોર્ડ મળતા શાહરૂખની ખુશી વીડિયોમાં છલકાય, પણ ફેન્સનું ટેન્શન કેમ વધ્યું? | મુંબઈ સમાચાર

નેશનલ એવોર્ડ મળતા શાહરૂખની ખુશી વીડિયોમાં છલકાય, પણ ફેન્સનું ટેન્શન કેમ વધ્યું?

મુંબઈ: નેશનલ ફિલ્મ એવોર્ડ્સની શુક્રવારે જાહેરાત કરવામાં આવી હતી. 71માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીએ બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. શાહરૂખ ખાનને તેની ફિલ્મ ‘જવાન’ અને વિક્રાંત મેસીને ‘12th ફેલ’ માટે આ સન્માન મળ્યું છે. આ ઘોષણા બાદ શાહરૂખે સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જોકે, આ વીડિયોમાં ચાહકોએ શાહરૂખના હાથમાં પટ્ટો જોઈને ચિંતા વ્યક્ત કરી છે.

શાહરૂખ ખાને તેના 33 વર્ષના ફિલ્મી કરિયરમાં પ્રથમ વખત નેશનલ એવોર્ડ મેળવ્યો છે. તેણે 2 મિનિટ અને 17 સેકન્ડના વીડિયોમાં આ ખુશી શેર કરી અને સૂચના તથા પ્રસારણ મંત્રાલયનો આભાર માન્યો. વીડિયોમાં તેમણે કહ્યું, નેશનલ એવોર્ડ એ મારા માટે એક એવો ક્ષણ છે, જેને હું આજીવન યાદ રાખીશ. હું જ્યૂરી, ચેરમેન અને મંત્રાલયનો આભાર માનું છું, સાથે જ એ તમામ લોકોનો પણ આભાર માનું છુ જેમણે મને આ સન્માનનો હકદાર સમજ્યો.

શાહરૂખે વીડિયોમાં તેના પરિવારનો પણ આભાર માન્યો. તેણે જણાવ્યું મારો પરિવાર જાણે છે કે, સિનેમા પ્રત્યેનું જુનૂન મને તેમનાથી દુર કરે છે. તેમ છતા તેઓ આ વાતને હસતા મોઠે સ્વીકારે છે. જેના માટે હું તેમનો દિલથી આભારી છું. નેશનલ એવોર્ડ માત્ર એક સિદ્ધિ નથી, તે મને યાદ અપાવે છે કે મારું કામ મહત્વનું છે. તે મને કહે છે કે મારે મહેનત કરવી અને સર્જનાત્મક બનીને સિનેમાની સેવા કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, આ વીડિયોથી ફેન્સમાં ઉત્સાહ જોવા મળ્યો સાથે જ તેના વીડિયોમાં હાથ બાંધેલી પટ્ટીએ ચાહકોને ચિંતિત કર્યા હતા. શાહરૂખે હળવા અંદાજમાં કહ્યું, હું મારું સિગ્નેચર સ્ટેપ કરવા માંગું છું, પરંતુ તે અત્યારે શક્ય નથી. પરંતુ ચિંતા નહીં, પૉપકૉર્ન તૈયાર રાખો, હું ટૂંક સમયમાં સિનેમાઘરોમાં પાછો આવીશ. તેણે પોસ્ટના કૅપ્શનમાં લખ્યું, આ સન્માન માટે ભારત સરકાર, જ્યૂરી અને મંત્રાલયનો આભાર. તમારા પ્રેમથી હું ખૂબ ખુશ છું.

શાહરૂખે ચાહકોને વચન આપ્યું છે કે તે ટૂંક સમયમાં સિનેમાઘરોમાં પાછો ફરશે. આ નેશનલ એવોર્ડે તેના કામને નવી ઓળખ આપી છે અને તેને સર્જનાત્મક રીતે સિનેમાની સેવા ચાલુ રાખવાની પ્રેરણા આપી છે. શાહરૂખના આ ભાવુક સંદેશે ચાહકોના દિલ જીતી લીધા છે, અને તેના આગામી પ્રોજેક્ટ્સની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે.

આ પણ વાંચો…શાહરૂખને પહેલી વાર નેશનલ એવોર્ડ, ગુજરાતી એક્ટ્રેસને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button