મનોરંજન

અરે વાહ! સ્ટાઇલ ગુરુ શાહરૂખ ખાનનો નવો લુક થયો વાયરલ

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન હંમેશા તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. પોતાની હ્યુમર અને સહેલાઇથી લુક બદલવાની ક્ષમતાથી તે લોકોને પ્રભાવિત કરે છે. તેની ફેશન સેન્સ પણ લોકોને આકર્ષિત કરે છે. હવે અભિનેતાએ તેમના લુકથી લોકોને ચોંકાવ્યા છે.

શાહરૂખ ખાને મંગળવારે સાંજે એક ઇવેન્ટમાં હાજરી આપી હતી, જેમાં તેમનો સ્લીક અને સોફિસ્ટિકેટેડ નવો લૂક જોવા મળ્યો હતો. આગામી IIFA એવોર્ડ માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં શાહરૂખ ખાન અને કરણ જોહર બંને હાજર રહ્યા હતા. આ કોન્ફરન્સમાં શાહરૂખ ખાન સંભવતઃ તેમના પુત્ર આર્યન ખાનની ફેશન લાઇનમાંથી લીધેલા ઓલ-બ્લેક કેઝ્યુઅલ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. તેમણે કાળી ટોપી પણ પહેરી હતી અને સિલ્વર ચેન વડે લુક કંપ્લીટ કર્યો હતો. જોકે, તેમણે વાળ ટૂંકા રાખ્યા હતા. શાહરૂખ ખાન ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા. જ્યારથી તેમનો આ લુક વાયરલ થઇ રહ્યો છે ત્યારથી લોકો તેમના લુકના વખાણ કરતા થાકતા નથી અને તેમને સ્ટાઇલ ગુરુ જણાવી રહ્યા છે. લોકોનું માનવું છે કે તેમણે તેમની આગામી ફિલ્મ ‘ કિંગ ‘ માટે તેની બ્રેઇડ્સ અને પોનીટેલ કાઢી નાખ્યા છે.

શાહરૂખ ખાન તેમની તાજેતરની બ્લોકબસ્ટર ફિલ્મો ‘ પઠાન ‘ અને ‘ જવાન’માં લાંબા વાળ અને પોની ટેઇલમાં જોવા મળ્યા હતા. હવે આમ અચાનક ટૂંકી હેરસ્ટાઇલ પર અચાનક સ્વિચ કરવાથી અટકળો શરૂ થઈ છે કે તે તેમની આગામી ફિલ્મ ‘કિંગ’ની ભૂમિકા માટેની તૈયારીનો ભાગ હોઈ શકે છે. આ ફિલ્મમાં તેઓ પુત્રી સુહાના ખાન અને અભિષેક બચ્ચન સાથે અભિનય કરતા જોવા મળશે.

શાહરૂખ ખાનની ફેન ક્લબે આ પ્રેસ કોન્ફરન્સની ઘણી તસવીરો શેર કરી છે. તમે પણ જુઓ….

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 2023માં કિંગ ખાનની ત્રણ ફિલ્મ પઠાણ, જવાન અને ડંકી રિલીઝથઇ હતી. આ ત્રણે ફિલ્મ હિટ રહી હતી. પઠાણ અને જવાનમાં શાહરૂખ ખાન એક્શન અવતારમાં જોવા મળ્યો હતો. ડંકીમાં પણ તેનો રોલ લોકોને પસંદ આવ્યો હતો. આ પહેલા 2018માં તેમની ફિલ્મ ઝીરો રજૂ થઇ હતી, જે ફ્લોપ રહી હતી. આ વખતે શાહરૂખ ખાન અને કરણ જોહર આઈફા 2024 હોસ્ટ કરવા જઈ રહ્યા છે. આ એવોર્ડ શોની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

અભિનેતા આગામી લાઇવ-એક્શન ફિલ્મ ‘મુફાસા: ધ લાયન કિંગ’ માટે પોતાનો અવાજ આપતો જોવા મળશે. તેની સાથે પુત્રો અબરામ ખાન અને આર્યન ખાન પણ ફિલ્મના પાત્રોને પોતાનો અવાજ આપતા જોવા મળશે. આ ઉપરાંત હવે તેઓ ફિલ્મ ‘ કિંગ ‘ માં જોવા મળશે. જોકે, ‘કિંગ’ થિયેટરોમાં આવે તે પહેલાં ચાહકોને થોડા મહિના રાહ જોવી પડશે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button