બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો નવો લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ

મુંબઈ : બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો નવો લુકમાં ચર્ચામાં છે. જેમાં શાહરૂખ ખાન કેઝ્યુઅલ સ્ટાઇલમાં પોતાના બાઈસેપ્સ અને ટેટૂ બતાવ્યા હતા. સોશિયલ મીડિયા પર લોકો કિંગ ખાનનો આ નવી સ્ટાઈલ ખૂબ પસંદ કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયો અને તસવીરોમાં શાહરૂખ ખાને વ્હાઇટ ફિટ, ઢીલા ગ્રે પેન્ટ, બીની કેપ અને કાળા સનગ્લાસ પહેર્યા છે. આ દરમિયાન તેમણે કેમેરા સામે હસતાં પોતાનો ટેટૂ અને બાઈસેપ્સ ફલોન્ટ કર્યા.
આપણ વાંચો: પહેલગામ હુમલા વચ્ચે શાહરૂખ ખાનનો વીડિયો વાયરલઃ જેહાદનો અસલી મતલબ સમજાવ્યો
સોશિયલ મીડિયા પર નવો લુક ટ્રેન્ડ
શાહરૂખ ખાનના લેટેસ્ટ વીડિયોમાં તે લિફ્ટમાંથી બહાર આવતાની સાથે જ કેમેરા સામે સ્વેગ બતાવે છે. જ્યારે કોઈ પણ ઇવેન્ટ કે જાહેર સ્થળેથી કિંગ ખાનના લુકના ફોટા અને વીડિયો પ્રકાશમાં આવે છે. સોશિયલ મીડિયા પર નવો લુક ટ્રેન્ડ કરી રહ્યો છે.
કિંગ ખાનના નવા લુકે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે
શાહરૂખ ખાન હાલમાં સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત તેની મોસ્ટ અવેટેડ એક્શન ફિલ્મ કિંગના શૂટિંગમાં વ્યસ્ત છે. નિર્માતાઓએ આ ફિલ્મમાં ઉદ્યોગના કેટલાક મોટા નામોનો સમાવેશ કર્યો છે.
જેના કારણે ચાહકોમાં ઉત્સાહ વધુ વધ્યો છે. આ શૂટિંગ વચ્ચે સુપરસ્ટારના નવા લુકથી હવે લોકોમાં કિંગ ખાનની આગામી ફિલ્મ વિશે ચર્ચા વધુ વધી ગઈ છે. જ્યારે શાહરૂખ ખાનનું ટેટૂ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
આપણ વાંચો: રોમાન્સનો કિંગ શાહરૂખ ખાન ઈન્સ્ટાગ્રામ પર માત્ર પાંચ જ મહિલાઓને ફોલો કરે છે
શાહરૂખ ખાન હવે ઈન્ટરનેટ કિંગ
આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે તે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ કિંગના શૂટિંગમાં વ્યસ્ત છે. જેના પછી ફેન્સ તેની ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ઘણા ઈન્ટરનેટ યુઝર્સે કિંગ ખાનના લુકની પ્રશંસા કરી.ત્રીજા ફેન્સે કહ્યું કે સારો અને સુંદર દેખાય છે. જ્યારે બીજા ચાહકે કહ્યું, કિંગ ખાને આ લુકમાં કેવો અદ્ભુત દેખાવ કર્યો છે.
શાહરૂખ ખાનની આગામી ફિલ્મ
આ પૂર્વે શાહરૂખનો મેટ ગાલા 2025નો ડેબ્યુ લુક વાયરલ થયો હતો. બોલિવૂડ સુપરસ્ટાર છેલ્લે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’માં જોવા મળ્યો હતો, જેમાં વિક્કી કૌશલ સાથે તાપસી પન્નુ, બોમન ઈરાની અને વિક્રમ કોચર પણ હતા. બીજી બાજુ, ‘કિંગ’ ઓક્ટોબર-ડિસેમ્બર 2026માં રિલીઝ થવાની શકયતા છે.