33 વર્ષની કારકિર્દી, 90થી વધુ ફિલ્મો…..શાહરુખ ખાનને પહેલીવાર મળ્યો નેશનલ એવોર્ડ મળ્યો!

33 વર્ષની કારકિર્દી, 90થી વધુ ફિલ્મો…..શાહરુખ ખાનને પહેલીવાર મળ્યો નેશનલ એવોર્ડ મળ્યો!

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા શાહરુખ ખાનની નામના માત્ર ભારત નહી પણ વિશ્વના અનેક દેશોમાં છે. શાહરુખ ખાન ને ઇન્ડસ્ટ્રીના સૌથી સુપરસ્ટાર માનવામાં આવે છે. બોલીવુડના કિંગસ્ટારની 33 વર્ષની કારકિર્દીમાં અનેક શાનદાર ફિલ્મો આવી છે,પરંતુ આજનો દિવસ શાહરૂખ માટે ખાસ છે. કારણ છે 33 વર્ષની કેરિયરમાં આજે પહેલીવાર તેમને બેસ્ટ એક્ટરના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. નેશનલ એવોર્ડ માટેનો તેમની રાહ આજે પૂર્ણ થઇ છે.

શાહરૂખ ખાને તેના એક જૂના ઇન્ટરવ્યુમાં નેશનલ એવોર્ડને લઈને વાત કરી હતી. શાહરૂખનો આ વીડિયો લગભગ ૮ વર્ષ જૂનો છે. આ ઇન્ટરવ્યુમાં શાહરૂખ ખાને કહ્યું હતું કે તેમને એવોર્ડ્સ ખૂબ પસંદ છે. તેમણે કહ્યું હતું કે તેમને પોતાના કામ માટે એવોર્ડ્સ જીતવા ખૂબ ગમે છે. આ જ ઇવેન્ટમાં શાહરૂખે જણાવ્યું હતું કે તેમણે ૨૬૭ એવોર્ડ્સ જીત્યા છે.

એવોર્ડ નહી મળ્યો તો હું લાયક નથી
શાહરૂખ ખાને આ વીડિયોમાં નેશનલ એવોર્ડ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો તેમને તે એવોર્ડ નથી મળ્યો, તો તેનો અર્થ એ છે કે તેઓ તેના લાયક નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમને નથી લાગતું કે અત્યાર સુધી તેમની કોઈ એવી પરફોર્મન્સ છે જેના માટે તેમને નેશનલ એવોર્ડ મળવો જોઈએ. આના પર શાહરૂખને કહેવામાં આવ્યું કે તેમણે કહ્યું હતું કે જો તેમને નેશનલ એવોર્ડ મળી જશે તો તેઓ ફિલ્મો બનાવવાનું બંધ કરી દેશે. શાહરૂખે તેનો જવાબ આપતા કહ્યું હતું કે કદાચ એટલા માટે જ તેમને હજુ સુધી આ એવોર્ડ નથી મળ્યો.

33 વર્ષના કરિયરમાં અનેક રોલને નિભાવ્યા
શાહરૂખ ખાનની કારકિર્દીની વાત કરીએ તો તેના 33 વર્ષના કરિયરમાં તેણે અનેક રોલને નિભાવ્યા છે અને દરેક રોલથી દર્શકોના દિલ-દિમાગમાં તેની અમિટ છાપ છોડી છે. શાહરુખ ડર, બાજીગર અને અંજામ જેવી ફિલ્મોમાં ખલનાયક બન્યા હતા, તો કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, દિલ તો પાગલ હૈ અને મોહબ્બતે જેવી ફિલ્મોમાં એક રોમેન્ટિક યુવકના રોલને દમદાર રીતે નિભાવ્યો હતો.

શાહરૂખની કરિયરની શરુઆત થઇ આ ફિલ્મથી
શાહરૂખે તેના કેરિયરની શરૂઆત ટીવીથી કરી હતી અને પછી ધીમે ધીમે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક મહત્વપૂર્ણ અંગ બની ગયા. બોલીવુડ ફિલ્મોની વાત કરીએ તો તેણે પોતાની કરિયરની શરુઆત ૧૯૯૨માં આવેલી ફિલ્મ દીવાનાથી કરી હતી. આ ફિલ્મમાં શાહરૂખના રોલનું નામ રાજા હતું અને શાહરૂખની ડેબ્યુ ફિલ્મમાં તેમણે ઋષિ કપૂર અને દિવ્યા ભારતીની સાથે કામ કર્યું હતું. શાહરુખ ખાનની પહેલી ફિલ્મ બોક્સ ઓફીસ પર હિટ રહી હતી અને તે વર્ષે કમાણી કરનારી ફિલ્મોમાની એક હતી.

શાહરૂખ ખાને ૯૦ થી વધુ ફિલ્મો કરી
૧૯૯૨ થી અત્યાર સુધીમાં શાહરૂખ ખાને ૯૦ થી વધુ ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાં શાહરૂખ ખાનની એવી ફિલ્મો પણ શામેલ છે જેમાં તેમણે કેમિયો કર્યો છે. પોતાના ડેબ્યુ વર્ષમાં જ શાહરૂખ ખાને ચાર ફિલ્મો કરી હતી. ‘દીવાના’ પછી ‘ચમત્કાર’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ અને ‘દિલ આશના હૈ’ પણ ૧૯૯૨ માં જ રિલીઝ થઈ હતી.

આ પણ વાંચો…શાહરૂખને પહેલી વાર નેશનલ એવોર્ડ, ગુજરાતી એક્ટ્રેસને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ એવોર્ડ…

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button