બોલીવૂડના બેસ્ટ કપલ શાહરૂખ અને કાજોલે પર્ફોમ કર્યું, પણ કાજોલને જોઈ લાગ્યું કે… | મુંબઈ સમાચાર
મનોરંજન

બોલીવૂડના બેસ્ટ કપલ શાહરૂખ અને કાજોલે પર્ફોમ કર્યું, પણ કાજોલને જોઈ લાગ્યું કે…

અમદાવાદમાં ફિલ્મફેર એવોર્ડ્સ ઘણા ધામધમૂથી યોજાયો અને લાપત્તા લેડિઝ ફિલ્મે બાજી મારી, આ સાથે ઘણા હીરો-હીરોઈનોએ સ્ટેજ પર પોતાનું પર્ફોમન્સ આપી દર્શકોનું મનોરંજન કર્યું. આ બધામાં બોલીવૂડની 90ના દાયકાની બેસ્ટ જોડી શાહરૂખ ખાન અને કાજોલ પણ હતા. કુછ કુછ હોતા હૈ, દિલવાલે દલ્હનીયા લે જાયેંગે જેવી હીટ ફિલ્મો આપનારા આ જોડીને લોકો આજે પણ ખૂબ જ પસંદ કરે છે. શાહરૂખ અને કાજોલે તેમના જ હીટ સૉંગ્સ પર પર્ફોમ કર્યું હતું અને દર્શકોના દિલ જીત્યા હતા.

કાજોલ અને એસઆરકે બન્ને બ્લેક આઉટફીટમાં હતા. શાહરૂખે સલગભગ 17 વર્ષના બ્રેક બાદ ફરી હૉસ્ટિંગ પણ કર્યું હતું. અભિનેતા અક્ષય કુમાર, મનીષ પોલ પણ તેની સાથે જોડાયા હતા. જોકે કપિલ શર્મા મિસિંગ હતો.

શાહરૂખે તુજ દેખા તો યે જાના સનમથી જ્યારે પર્ફોમન્સની શરૂઆત કરી ત્યારે કાજોલ સ્ટેજ પર માત્ર ઊભી હતી, કોઈ મુવમેન્ટ કે એક્સપ્રેશન તેનાં ચહેરા પર દેખાતા ન હતા. એસઆરકેએ સ્ટેજ પર આવતા જ ધમાલ મચાવી દીધી, પરંતુ કાજોલ જણે પરાણે ડાન્સ કરી રહી હોય તેમ જણાતું હતું. તેના ચહેરા પર પ્લાસ્ટિક સ્માઈલ હતું. બન્ને પોતાના જ ગીત પર સ્ટેપ્સ કરતા હતા, પરંતુ એસઆરકેમાં જે ઉત્સાહ દેખાતો હતો, તે કાજોલમાં મિસિંગ હતો.

જાણકારોના કહેવા અનુસાર કાજોલ ઘણી લેટ આવી હતી. આ પર્ફોમન્સ એમ જ હતું કે તેની પહેલેથી પ્રેક્ટિસ થઈ હતી તે ખબર નથી, પરંતુ કાજોલને જોઈને લાગતું ન હતું કે તેણે કોઈ પ્રેક્ટિસ કરી હશે. ખૈર કિંગ ઓફ રોમાન્સ એસઆરકેએ સૌને ખુશ કરી દીધા. શાહરૂખને તેણે બોલીવૂડને આપેલા યોગદાન બદલ એવોર્ડ પણ મળ્યો. તમે પણ જૂઓ વીડિયો.

આ પણ વાંચો…Filmfare 2025: શાહરૂખ ખાને પડતાં પડતાં બચાવી લીધી આ બી-ટાઉન એક્ટ્રેસને, યુઝર્સે કહ્યું એટલે જ તે…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button