O’Romeo ફિલ્મનું પોસ્ટર રિલીઝ: શાહીદ કપૂરના ખૂંખાર અંદાજે ફેન્સની આતુરતા વધારી

મુંબઈ: વિશાલ ભારદ્વાજે શાદિહ કપૂરને લઈને ઘણી ફિલ્મો બનાવી છે, જેમાં ‘કમીને’, ‘હૈદર’, ‘રંગૂન’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. ‘હૈદર’ ફિલ્મ બંનેના કરિયરમાં મોટો વળાંક લાવી હતી. હવે વિશાલ ભારદ્વાજ અને શાદિહ કપૂરની જોડી એક નવી ફિલ્મ લઈને આવી રહી છે. શાહિદ કપૂરે પોતાની આ ફિલ્મનું પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ પોસ્ટરમાં શાહીદ કપૂરનો રફ અને રૉ અવતાર જોવા મળ્યો છે.
આ રહા હે…#ORomeo…
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા પોસ્ટરમાં શાહીદ કપૂરનો ટેટૂથી ભરેલો હાથ, ખુલ્લા ગળા વાળો ડાર્ક શર્ટ, ભારે બેલ્ટ, ચેન અને આક્રમક બોડી લેંગ્વેજવાળી અંદાજ તેને ખૂંખાર બનાવી રહ્યો છે. પોસ્ટરનું લાલ બેકગ્રાઉન્ડ તેને વધુ ખૂંખાર અને રહસ્યમયી બનાવે છે. શાહિદ કપૂરે આ પોસ્ટરના કેપ્શનમાં લખ્યું છે કે, “રોમિયો, ઓ રોમિયો તુમ કહાં હો ઓ’રોમિયો!” સાથોસાથ શાહિદ કપૂરે એ હિંટ પણ આપી છે કે, 10 જાન્યુઆરીએ આ ફિલ્મને લઈને મોટો ખુલાસો કરવામાં આવશે.
આ પણ વાંચો : શાહીદ કપૂર ડાન્સ કરતા કરતા અચાનક પડી ગયો ને…
સસ્પેન્સથી ભરેલી ફિલ્મો એ વિશાલ ભારદ્વાજની ખાસિયત છે. વિશાલ ભારદ્વાજે પણ આ પોસ્ટર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરીને લખ્યું છે કે, “આ રહા હે…#ORomeo…ઇસ વેલેન્ટાઇન ડે પર…” શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજની ફિલ્મના ચાહકો આ પોસ્ટરને ખૂબ પસંદ કરી રહ્યા છે. ફેન્સ હવે 10 જાન્યુઆરી થનારા ખુલાસાની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો : Jab we met again: કરીના કપૂર અને શાહીદ કપૂર બ્રેક અપ બાદ ફરી મળ્યા અને…
વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થશે ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં શાહીદ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર વિશાલ ભારદ્વાજ સાથે ફિલ્મ સેટ પરથી એક બ્લેક એન્ટ વ્હાઇટ ફોટો શેર કર્યો હતો. જેમાં બંને કોઈ સીન વિશે ચર્ચા કરી રહ્યા હતા. સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મમાં તૃત્પી ડિમરી અને નાના પાટેકર પણ જોવા મળશે. જે વેલેન્ટાઇન વીક દરમિયાન 13 ફેબ્રુઆરી, 2026ના રોજ થિયએટર્સમાં રિલીઝ થશે.



