શાહીદ અને મીરા કપૂરની દીકરી થઈ ગઈ નવ વર્ષનીઃ ક્યૂટનેસમાં કોઈપણ સ્ટારકિડથી કમ નથી…

અભિનેતા શાહીદ કપૂર અને તેની પત્ની મીરાના લગ્ન એક સમયે ચર્ચાનું કારણ હતા. ચર્ચા એટલા માટે હતી કે શાહીદ કરતા મીરા 13 વર્ષ નાની છે અને આ સાથે અભિનેત્રી કરિના કપૂર સાથે બ્રેક અપ થયા બાદ શાહિદે આ અરેન્જ્ડ મેરેજ કર્યા હતા.
જોકે મીરા કોઈ હીરોઈનથી કમ નથી અને જે રીતે તે પોતાની જાતને કેરી કરે છે તે જોતા તે ફેશન આઈકન જ છે. હવે વાત કરીએ તેમની દીકરીની તો બન્નેને મિશા નામની દીકરી છે જૈન નામનો દીકરો છે. આજે મિશાનો જન્મદિવસ છે અને મીરાએ તેનાં ઈન્સ્ટા અકાઉન્ટ પર મિશાોન ફોટો પોસ્ટ કર્યો છે.
લગભગ પહેલીવાર છે કે શાહીદ અને મીરાએ પોતાની દીકરીનો સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કર્યો હોય. ફોટામાં મિશા નવ વર્ષ કરતા મોટી પણ ક્યૂટ લાગે છે. જીન્સ અને ટીશર્ટમાં મિશા કોઈ ઝાડની ડાળી પર બેસી છે અને સ્વીટ સ્માઈલ આપી રહી છે. મીરાની પોસ્ટ બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સેલિબ્રિટી પણ મિશાને વિશ કરી રહ્યા છે.
શાહીદના ફેન્સ માટે આ એક સરપ્રાઈઝ છે કારણ કે ઘણા સ્ટારકિડ તેમના માતા-પિતા જેટલા જ પોપ્યુલર છે, જ્યારે શાહીદના સંતાનો ક્યારેય જોવા મળ્યા નથી. મિશા અને જૈનના જન્મ બાદ મીરાએ પાપારાઝીને અપીલ પણ કરી હતી કે તેઓ બાળકોની પ્રાઈવસી તેમને એન્જોય કરવા દે અને તેમનાં ફોટા કે વીડિયો પોસ્ટ ન કરે.
બીજી બાજુ શાહીદની એક્સ કરિના કપૂરે પોતાના દીકરા તૈમૂરને દુનિયામા ફેમસ કરી દીધો હતો. ત્યારબાદ જેહના પણ ફોટા વાયરલ થતા હતા, પરંતુ અમુક મહિનાઓ પહેલા સૈફ અલી ખાન પર તેનાં જ ઘરમાં હુમલાની ઘટના બાદ કરિનાએ પાપારાઝીને બાળકોના ફોટા ન લેવા કહ્યું હતું.
આ પણ વાંચો…શાહીદ કપૂર ડાન્સ કરતા કરતા અચાનક પડી ગયો ને…