શાહરૂખ ખાને હોસ્પિટલ પહોંચી દીપિકા-રણવીરને અભિનંદન પાઠવ્યા, જુઓ વિડીયો
મુંબઈ: ગત રવિવારે બોલિવૂડના સ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukon) અને રણવીર સિંહ(Ranvir Singh)ના ઘરે દીકરીનો જનમ થયો હતો, ચાહકો બેન્નેને શુભેકચ્છા પાઠવી રહ્યા છે. એવામાં કિંગખાન શાહરૂખ ખાન(Shahrukh Khan) ગત રાત્રે દીપિકા-રણવીરને મળવા એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ વિડીયોમાં શાહરૂખ ખાનની કાર હોસ્પિટલમાં પ્રવેશતી અને બહાર નીકળતી જોવા મળી હતી.
શાહરૂખે બંનેને અભિનંદન આપવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વીડિયોમાં માત્ર શાહરૂખની કાર જ હોસ્પિટલમાં પ્રવેશતી જોવા મળી હતી, પરંતુ શાહરૂખ દેખાયો ન હતો.
દીપિકા પાદુકોણને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. રવિવારે દીપિકા અને રણવીર માતા-પિતા બન્યા હતા, તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો. બંનેએ રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ચાહકો ખુશખબર શેર કર્યા હતાં.
ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે, “વેલકમ બેબી ગર્લ! 8.09.2024″ . ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર રીએક્શન આપતા, ઘણી સેલિબ્રીટીએ કપલને અભિનંદન પાઠવ્યા હતા. પ્રિયંકા ચોપરાએ હાર્ટ ઇમોજીસ સાથે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, ” કોન્ગ્રેચ્યુલેશન”. અનન્યા પાંડેએ ટિપ્પણી કરી, “બેબી ગર્લ! કોન્ગ્રેચ્યુલેશન.” સારા અલી ખાને પણ બંનેને અભિનંદન પાઠવ્યા અને તેણે ઉલ્લેખ કર્યો, “રણવીર અને દીપી.. બાળકીના જન્મ બદલ અભિનંદન!!! તમારા બંને માટે આનંદ થાય છે.”