મનોરંજન

હેં, શાહરૂખ ખાન 25 વર્ષ બાદ મન્નત છોડી રહ્યો છે… ક્યાં જશે કિંગખાન રહેવા માટે?

બોલીવૂડના કિંગખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન અને તેનો બંગલો મન્નત પણ એટલો જ ફેમસ છે. મુંબઈમાં આવેલું મન્નત એક ફેમસ ટુરિસ્ટ સ્પોટ બની ચૂક્યું છે, પરંતુ એવી માહિતી સામે આવી રહી છે કે 25 વર્ષથી શાહરુખ ખાન જે મન્નતમાં રહે છે એ મન્નત હવે તે છોડી રહ્યો છે. ચોંકી ગયા ને? ચાલો તમને આ પાછળની આખી સ્ટોરી જણાવીએ-
મળી રહેલી માહિતી પ્રમાણે શાહરુખ ખાન છેલ્લાં 25 વર્ષથી જે મન્નતમાં રહે છે તે એ ખાલી કરવા જઈ રહ્યો છે.

એસઆરકેએ યસ બોસ ફિલ્મની શૂટિંગ સમયે આ બંગલો પસંદ કર્યો હતો અને પછી આ બંગલાને ખરીદ્યો પણ. હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે જે ઘર આટલા પ્રેમથી ખરીદ્યું, સજાવ્યું એ આખરે કિંગખાન કેમ છોડી રહ્યો છે, બરાબર ને?
શાહરૂખ ખાન પોતાના પરિવાર સાથે આ જ બંગલામાં રહે છે અને આ બંગલામાં જ તેણે પોતાની સુખ-દુઃખની પળ વિતાવી છે, પણ હવે કિંગ ખાન આ જ બંગલો ટૂંક સમયમાં ખાલી કરી રહ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે શાહરૂખ પોતાના પરિવાર સાથે મળીને એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં શિફ્ટ થઈ રહ્યો છે અને એનું કારણ એવું છે કે મન્નતનું રિનોવેશન થવાનું છે.

રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો મન્નતમાં આ વર્ષે મે મહિનામાં રિનોવેશનનું કામ શરૂ થશે. બંગલામાં કેટલાક મહત્ત્વના ફેરફાર કરવામાં આવશે અને એ માટે એસઆરકેએ કોર્ટ પાસેથી પરમિશન પણ લઈ લીધી છે. કોર્ટ પાસેથી પરમિશન એટલે લેવી પડે કારણ કે મન્નત એક ગ્રેડ-3 હેરિટેજ સ્ટ્રક્ચર છે.

શાહરૂખ ખાન પત્ની ગૌરી, દીકરા આર્યન, અબરામ અને દીકરી સુહાના ખાન સાથે ચાર માળના લક્ઝરી એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે. એવું કહેવાઈ રહ્યું છે કે આ એપાર્ટમેન્ટ તેણે પ્રોડ્યુસર વાસુ ભગનાની પાસેથી ભાડે લીધો છે. શાહરુખની કંપનીએ પૂજા કાસા નામની આ પ્રોપર્ટી માટે જેકી ભગનાની અને દિપશિખા મુખર્જી સાથે લીવ એન્ડ લાઈસેન્સ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.

આ પણ વાંચો : બાપ રે! શું થયું? આર્યન ખાન પર કેમ ભડક્યો શાહરૂખ ખાન!

એપાર્ટમેન્ટમાં એસઆરકે, તેનો પરિવાર અને તેની સિક્યોરિટી ટીમ પણ રહેશે અને આ સાથે જ તેમાં ઓફિસ સ્પેસ પણ હશે. આ પ્રોપર્ટી માટે કિંગખાન દર મહિને 24 લાખ રૂપિયાનું ભાડું આપશે, એવો દાવો પણ રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button