મનોરંજન

શાહરુખ ખાને દીકરા આર્યન ખાનના ડેબ્યૂની કરી જાહેરાત

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન બાદ હવે તેનો દીકરો આર્યન ખાન પણ થીએટરનો ભાગ બનવા જઈ રહ્યો છે. શાહ રૂખ ખાને આર્યન ખાનના ડેબ્યૂની જાહેરાત કરી છે. આર્યન ખાન ખૂબ જ ટૂંક સમયમાં દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેમના નિર્દેશનમાં બનેલી વેબ સિરીઝ આવતા વર્ષે OTT પર રિલીઝ થશે.

આ પણ વાંચો: શાહરુખ ખાનને ધમકી આપવાના કેસમાં પકડાયેલા વકીલને ચાર દિવસની કસ્ટડી

નવી સીરિઝને લઈને ઉત્સાહિત

નેટફ્લિક્સની આ વેબ સિરીઝ નેટફ્લિક્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ વચ્ચેનો છઠ્ઠુ સહિયારું પ્રોડક્શન હશે. આ અગાઉ ડાર્લિંગ્સ, ભક્ષક, ક્લાસ ઑફ ’83, બેતાલ અને બાર્ડ ઑફ બ્લડ કરી ચૂક્યા છે. આ અંગે શાહરૂખ ખાને કહ્યું, ‘અમે નેટફ્લિક્સ સાથે આ નવો પ્રોજેક્ટ રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ, જે સિનેમાની ગ્લેમરસ દુનિયા અને આઉટસાઇડર સંઘર્ષને નવી રીતે બતાવશે. આ સ્ટોરી દિલથી, મહેનતથી અને ભરપૂર મનોરંજનથી ભરેલી હશે.

શાહરૂખે X પર એક પોસ્ટમાં લખ્યું,

“આ એક ખાસ દિવસ છે જ્યારે એક નવી સ્ટોરી દર્શકો સમક્ષ રજૂ કરવામાં આવી રહી છે. આજનો દિવસ વધુ ખાસ છે કારણ કે @RedChilliesEnt અને આર્યન ખાન @NetflixIndia પર તેમની નવી સીરિઝ પ્રદર્શિત કરવા માટે તેમની યાત્રા પર નીકળી પડ્યા છે. અહીં અમેઝિંગ વાર્તા, નિયંત્રિત અરાજકતા, ભયાનક દ્રશ્યો અને ઘણું બધુ મનોરંજન અને લાગણીઓ, આગળ વધો અને લોકોનું મનોરંજન કરો અને આર્યન યાદ રાખો, શો બિઝનેસ જેવો કોઈ વ્યવસાય નથી!!”

આ પણ વાંચો: Birth Day Special: શાહરુખ ખાનની આ ફિલ્મ ફ્લોપ હતી, ફિલ્મના કો-સ્ટાર પણ ગયો હતો જેલમાં

નેટફ્લિક્સ અને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ 2025માં એક ખાસ અને અનટાઈટલ્ડ બોલિવૂડ સીરિઝ લઈને સાથે આવી રહ્યાં છે. આ સીરિઝ ગૌરી ખાન દ્વારા નિર્મિત કરવામાં આવશે અને આ સીરિઝથી આર્યન ખાન દિગ્દર્શન અને નિર્માણમાં પ્રથમ પગલું માંડશે. લોસ એન્જલસમાં એક ઇવેન્ટ દરમિયાન ભાગીદારીની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં નેટફ્લિક્સ ચીફ કન્ટેન્ટ ઓફિસર બેલા બજારિયાએ આવતા વર્ષના કેટલાક સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ખિતાબ જાહેર કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button