કોના વગર ફિક્કી પડી Shabana Azmi-Javed Akhtarની હોળી? કપલ થયું ભાવુક…

અત્યારે હોળીનો તહેવાર ધામધૂમથી ઊજવાઈ રહ્યો છે અને દરેક વર્ષની જેમ જ બોલીવૂડનું સિનિયર મોસ્ટ અને લવેબલ કપલ તરીકે ઓળખાતા Shabana Azmi And Javed Akhtarએ પણ હોળીની પાર્ટીનું આયોજન કર્યું હતું.
જોકે, શબાના આઝમી માટે આ હોળી દર વર્ષ જેવી નહોતી અને આ તેમણે તેમના મિત્ર અને ઈન્ડસ્ટ્રીના આલા ગ્રાન્ડ દરજ્જાના કલાકાર સતિષ કૌશિકને યાદ કર્યા હતા. એટલું જ નહીં આ દંપત્તિ સતિષ કૌશિકને યાદ કરીને ભાવુક થઈ ગયું હતું. શબાનાએ જણાવ્યું હતું કે હોળીની ઊજવણી તો આ વર્ષે પણ થશે પણ બસ એક જ કમી સતાવશે અને એ છે સતિષ કૌશિક…
આપણ વાંચો: આ બોલીવૂડ ફિલ્મોએ કર્યું મહિલાઓનું ખરું સશક્તીકરણ
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ જાવેદ અને શબાના આઝમીની હોળી પાર્ટીમાં એન્જોય કર્યાની થોડીર ક્ષણો બાદ જ હાર્ટ એટેક આવતા સતિષ કૌશિકનું નિધન થયું હતું. શબાનાએ સતિષ કૌશિક સાથેના સંભારણા વાગોળતા કહ્યું હતું કે સતિષ કૌશિક એક એન્ટરટેઈનિંગ અને મજાકીયા માણસ હતા. મારા માટે હવે હોળી દર વર્ષ જેવી હોળી નહીં રહે.
અહીંયા તમારી જાણ માટે કે ગયા વર્ષે જ્યારે હોળી પાર્ટીમાં આ ગમગીન ઘટના બની એ સમયે શબાના આઝમી ગેરહાજર હતા, કારણ કે તેઓ એ સમયે બુડાપેસ્ટમાં હતા. સતિષ કૌષિકની અણધારી એક્ઝિટ વિશે કોઈએ કલ્પના સુધા નહોતી કરી અને તેમના નિધનથી ઈન્ડસ્ટ્રી અને ફેન્સ એકદમ ચોંકી ઉઠ્યા હતા.