લાપતા લેડીઝને ઓસ્કારમાં મોકલવી એ મૂર્ખતાપૂર્ણ! સોશિયલ મીડિયા પર ચર્ચા
મુંબઈ: ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયા(FFI)એ આજે સોમવારે જાહેરાત કરી કે કિરણ રાવ દિગ્દર્શિત લોકપ્રિય ફિલ્મ લાપતા લેડિઝ(Laapata Ladies)ને 2025માં ઑસ્કર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. દિગ્દર્શક કિરણ રાવે આ મામલે આનંદ વ્યકત કર્યો છે. એવામાં X પર કેટલાક યુઝર્સે ફિલ્મ ફેડરેશન ઑફ ઈન્ડિયાના નિર્ણયને વખોડી કાઢ્યો છે.
લાપતા લેડિઝને 29 ફિલ્મોની યાદીમાંથી પસંદ કરવામાં આવી હતી, જેમાં એનિમલ, મલયાલમ નેશનલ એવોર્ડ-વિજેતા અટ્ટમ અને કાન્સમાં એવોર્ડ વિજેતા ‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’નો સમાવેશ થાય છે. ઘણા લોકો ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ એઝ લાઇટ’ને ભારતની સત્તાવાર ઓસ્કાર એન્ટ્રી તરીકે જોવા ઈચ્છતા હતાં.
આ પણ વાંચો: ના ‘Kalki 2898 એડી’, ના ‘Animal’ આ લોકપ્રિય ફિલ્મ ભારત તરફથી ઓસ્કારમાં જશે
એક એક્સ યુઝરે લખ્યું કે, “ભારતની ઓસ્કાર જ્યુરીએ તેની મૂર્ખતાનો દોર ચાલુ રાખ્યો છે અને પાયલ કાપડિયાની ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ને બદલે ઓસ્કાર માટે લાપતા લેડીઝની પસંદગી કરી છે. સરકાર સાથેના તેના ઇતિહાસને જોતાં, આ કદાચ અપેક્ષિત હતું. “
અન્ય એક યુઝરે લખ્યું કે, “મને લાપતા લેડીઝ ગમે છે અને હું માનું છું કે તે ખૂબ જ સારી રીતે બનેલી ફિલ્મ છે. પરંતુ ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે તેને ઓસ્કારમાં મોકલવુ અયોગ્ય છે. કેન્સ ગ્રાન્ડ પ્રિકસ-વિજેતા ઓલ વી ઈમેજીન એઝ લાઈટ ઓસ્કાર લઈ શકે એમ હતી.”
આ પણ વાંચો: Abhishek Bachchan સાથેના Divorceના અહેવાલો પર આવ્યું Aishwaryaનું રિએક્શન, જાણો શું કર્યું?
એક યુઝરે લખ્યું કે, “ઓલ વી ઈમેજીન એઝ લાઈટ એ કાન્સ 2024માં ગ્રાન્ડ પ્રિકસ વિજેતા છે, ગયા વર્ષના આ એવોર્ડના વિજેતાએ ઓસ્કરમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર જીત્યો હતો. FFI અશિક્ષિત લોકોથી બનેલી એક અસમર્થ સંસ્થા.”
બીજાએ કહ્યું, “LOL , આ વર્ષે ભારતની ઓલ વી ઈમેજીન એઝ લાઈટએ કાન્સ ગ્રાન્ડ પ્રિકસ વિનર જીત્યો અને ભારતે લાપતા લેડીઝની પસંદગી કરી! FFI હંમેશા નિરાશા જ આપે છે.”
એક એક્સ યુઝરે એમ પણ લખ્યું કે, “એવું લાગે છે કે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ઓલ વી ઇમેજિન એઝ લાઇટને ઇન્ડિયાની ઓસ્કાર એન્ટ્રી માટે પસંદ ના કરીને સરકારની લાજ બચાવી છે. કાન્સ ગ્રાન્ડ પ્રિકસ એ સરકાર માટે એક મુંજવણની ક્ષણ હતી, નિર્દેશક પાયલ કાપડિયાને સામે સરકારે કેસ કર્યો છે અને તેને જ અભિનંદન આપવા પડ્યા હતાં.”